________________
છે અને તેના સાદશ્યમાં પણ તે (વર્ણન) હકારાત્મક વિચાર આપતું નથી. ધર્મગુરુ ઇચ્છે તે બધી જ ચીજોનો તે એક લોચા જેવી રચના છે. (1) કેટલાક પ્રકારના રોગોએ હકીકતને કારણે થાય છે કે આત્મા શરીરમાંથી બહાર નીકળી જાય છે. (અથર્વવેદ V.29-5)
(2) એવા કેટલાક મંત્રો છે કે જેના દ્વારા આત્માને પાછો લાવી શકાય છે. (3) સ્વપ્નમાં પણ આત્મા શરીરની બહાર નીકળી જાય છે અને આત્માના આ બહાર ભટકવાને કારણે સ્વપ્નો આવે છે.
(4) આવાં સ્વપ્નો સદ્નસીબની અથવા ભાવિ અનિષ્ટની નિશાની હોય છે.
(5) આત્મા માટે કોઇ મનુષ્યને કોઇએ તોછડી રીતે જગાડવો જોઇએ નહિ કેમ કે, આત્માને (દેહમાં) પરત લાવવા માટેનો માર્ગ ચૂકી જાય તો પછી આત્મા પરત આવી શકે નહીં.
(6) જેવી રીતે શિકારી બાજ આકાશમાં આમતેમ ભટક્યા પછી તે થાકી જાય ત્યારે તેના માળામાં પાછો ફરે છે, તેજ રીતે આત્મા પણ તેના (દેહમાં) માળામાં પાછો ફર્યા પછી સ્વપ્નો આવતાં બંધ થઇ જાય છે. (બૃહદનં. IV-3)
(7) જ્યારે આત્મા શરીરમાં હોય ત્યારે 2000 ધમનીઓની મદદથી દેહમાં સર્વત્ર પ્રસરી જાય છે. કોઇને માટે એ જાણવું એ નવાઇજનક છે કે આત્મા શી રીતે શરીરમાં પ્રવેશ કરે છે અને તેમાંથી બહાર નીકળી જાય છે. આ અંગેના ઘણા સિદ્ધાંતો છે, પરંતુ તેમાંનો કોઈ પણ નિર્ણયાત્મક નથી.
(8) કેટલાક નિશ્ચયપૂર્વક જાહેર કરે છે કે ગર્ભાધાન સમયે જ આત્મા શરીરમાં પ્રવેશ કરે છે. કેટલાક દાવો કરે છે કે ગર્ભ જ્યારે ચેતનવંતો બને (તે જ્યારે ગર્ભાશયમાં હલન ચલન શરૂ કરે) ત્યારે તે (આત્મા) તેમાં પ્રવેશ કરે છે અને કેટલાક દાવો કરે છે કે તે (આત્મા) જન્મ સમયે જ દેહમાં પ્રવેશ કરે છે.
(9) બીજા કેટલાક (એ વાતને) દૃઢતાપૂર્વક ટેકો આપે છે કે દેહમાં આત્મા ખોપરીના સાંધામાંથી પ્રવેશ કરે છે. (તૈત્રેય 6.1)
(10) આત્મા આંતરડા દ્વારા પ્રવેશ પામીને ઉપર તરફ જાય છે અને તે
૨૫૬ ~