________________
અહીં સુધીની યાદી સમજી શકાય એવી છે, પરંતુ હવે પછી જે યાદી આપવામાં આવે છે તે “વધુ કોયડા રૂપ છે અને તે વધુ તપાસ માગી લે છે.”
ચંદ્રમાં, સૂર્યમાં, પવનમાં, વાદળમાં, ગ્રીષ્મની ગરમીમાં, વિવિધ માનસિક ગુણો ધરાવતા માનવસ્વરૂપમાં કલ્પેલા વિદ્યુતના દેવતાઓ, મેઘગર્જના અને વર્ષમાં રહેલાં પ્રેતો અને છેલ્લે સર્વોચ્ચ સ્વર્ગમાં રહેતા સનતકુમારો, બ્રહ્મા પોતે અને પારમત્તા જેવા દેવોની પણ ધારણા કરવામાં આવેલ છે.
મનુષ્યો અને દેવતાઓ વચ્ચેના સંબંધોને બલિદાનો દ્વારા નિયમિત બનાવવામાં આવતા હતા. મહાપાતકી માણસ પણ એક્લો જ પોતાનાં કાર્યો બદલ બલિદાન (દેવોને) આપી શકતો. ધર્મગુરુની જાદુઈ લાકડી દુષ્ટ મનુષ્યને પણ સંતમાં ફેરવી શકતી અને ધર્મગુરુને ચૂકવવામાં આવેલ બલિનો લાભ વ્યક્તિના ખાતામાં જમા થતો. અને બલિની શુલ્કએ નાભિરૂપ હતી જેની આસપાસ બધું જ પરિભ્રમણ કરતું અને તેને માટેના નિયમો અવ્યક્ત હતા.
હોપકિન્સ તેને આ પ્રમાણે મૂકે છે, શુલ્કના પ્રમાણમાં નિયમો ચોક્કસ હતા અને તેમને રજૂ કરનારાઓ લજ્જાયીન હતા. ધર્મગુરુઓ માત્ર ધન માટે જ વિધિઓ કરતા અને આ શુલ્કમાં કીમતી વસ્ત્રો, ગાયો, અશ્વો અથવા સુવર્ણનો સમાવેશ થતો હતો કોને કેટલું આપવું તે પણ કાળજીપૂર્વક દર્શાવવામાં આવતું હતું. સુવર્ણનો લાભ મહત્તમ હતો. આ માટે અમરત્વએ અગ્નિનું બીજ હતું અને તેથી ધાર્મિક વૃત્તિવાળા ધર્મગુરુ પ્રત્યે વિચિત્ર રીતે (લોકોની) સંમતિ હતી.
એમાં કોઈ જ આશ્ચર્ય નથી કે આ ખર્ચાળ અને ગૂંચવાડાભરી પદ્ધતિ થોડાજ સમયમાં અપ્રિય બની ગઈ. મોટા ભાગના લોકોને પોતાના ભોગે થોડાક જ લોકો (ધર્મગુરુઓ)નો આવો અપરાધ લાંબા સમય સુધી પરવડ્યો
નહિ.
બલિ આપવાની યાંત્રિક ક્રિયા જેનુ કુદરતના ગર્ભમાં મૂળભૂત રીતે છુપાયેલી અંતઃસ્કુરિત શક્તિ દ્વારા થાય છે અને તે ધર્મગુરુઓની જાદુઈ કળાને લીધે થાય છે એ વાદ સામે થોડાક સમયમાં અસંતોષપ્રદ બન્યો અને મોટાભાગની વસ્તી ધર્મગુરુઓના સકંજામાંથી છૂટવાની આતુરતાપૂર્વક
- ૫૪ -