________________
(આંતરડામાંથી) પેટમાં થઈને મસ્તક તરફ જાય છે. (11) ત્રણ વિચિત્ર અનુમાનો અનુસાર આત્મા એક પેઢીમાંથી બીજી પેઢીમાં
પસાર થાય છે. (જે નીચે મુજબ છે.) (12) (અ) કેટલાક મનુષ્ય આત્માઓ ચંદ્ર તરફ જતી વખતે દેવનો
આહાર બને છે અને તેમનાં સત્કર્મોના પરિણામે તેઓ દેવો
સાથે જોડાઈને) તેમની સાથે એકાકાર થઈ જાય છે. (બ) તેમના સત્કર્મોની કાર્યસાધકતા ખલાસ થઈ જાય, ત્યારે તેઓ
દેવોમાંથી તરલ (ether)માં, તરલમાંથી હવામાં, હવામાંથી વર્ષામાં, વર્ષામાંથી ભૂમિમાં, ભૂમિમાંથી છોડવાઓમાં પ્રવેશ પામે છે, જે પુરુષોનો આહાર બને છે અને પુરુષોમાંથી તે સ્ત્રીઓમાં પસાર થાય છે. મૃત્યુ સમયે, હૃદયનો ટોચનો ભાગ પ્રકાશિત થાય છે અને તે પ્રકાશથી માર્ગદર્શન પામીને આત્મા હૃદયમાંથી છૂટો પડીને ચક્ષુમાં અને ચક્ષુમાંથી કોઈ અન્ય શરીરમાં પ્રવેશ કરે છે.
તે (અગાઉ) જે શરીરમાં રહેતો હતો અને પછી જેને તેણે : - ત્યજી દીધું તેમાં તેણે કરેલાં કર્મો અનુસાર તે ઉચ્ચ ગતિને
પામે છે અથવા પામતો નથી. (18) જ્યારે મનુષ્યનાં સત્કર્મો પૂરાં થઈ જાય ત્યારે આત્મા ખોપરીના સાંધા દ્વારા બહાર નીકળીને બ્રાહ્મણમાં જાય છે.
તે (આત્મા) જ્યારે બ્રાહ્મણમાં પ્રવેશ પામે છે તેની પહેલાં તેના માર્ગમાં અનેક અવરોધો આવે છે. (14) પરંતુ આ ઉપનિષદોમાં બહુધા અભિપ્રાયોની સંપૂર્ણ એકવાક્યતા
જોવા મળે છે કે આ જન્મમાં (દેવને) બલિ આપવાથી અથવા તો તપ કરવાથી આત્માની પુનર્જન્મમાંથી મુક્તિ થતી નથી. ઈશ્વર સંબંધી અથવા જીવસંબંધી સૂક્ષ્મદષ્ટિ દ્વારા, પ્રત્યક્ષીકરણ દ્વારા, સંપૂર્ણ જ્ઞાન દ્વારા, એ બાબતની ખાતરી દ્વારા કે કોઈનો પોતાનો આત્મા મહાન આત્મા (ઇશ્વર) સાથે સામ્ય ધરાવે છે, શાશ્વત વાસ્તવિકતા દ્વારા આમ બને છે અને આ જ બાબત બધી જ ઘટનાઓનો અંતિમ આધાર સ્તંભ અને કારણ છે.
- ૨૫o -