________________
સોબત શોધી કાઢવી, દેવોને વિવિધ પ્રકારનાં બલિદાન આપવાં, નસીબવંત સ્થાનો નક્કી કરવાં, મંત્રોનું રટણ કરવું, અન્ય પશુઓ અને પક્ષીઓ ઉપર સમાન પ્રકારની વિદ્યાઓનો ઉપયોગ કરવો, ફલ જ્યોતિષશાસ્ત્ર, ભવિષ્યવાણીની શક્તિ, (ઈશ્વરના) અવતારો દેવવતી જવાબ આપવાની વિદ્યા જાણનાર પૂજારીઓ, જેને દેવનો પવન આવ્યો હોય તેવી કન્યા દ્વારા અથવા અરીસાઓની મદદથી દેવો સાથે સલાહ મસલત કરવાની વિદ્યા, મહાનદેવની પૂજા, શ્રી (ભાગ્યની દેવી)નું આવાહન કરવું. મરદાઈની અગત્ય પેદા કરવા માટે મનમાં મંત્રોચ્ચાર કરીને દેવો પાસેથી શપથપૂર્વક વચન લેવું, પવિત્ર કાર્યને માટે જગ્યાઓ અર્પણ કરવી અને આવાજ પ્રકારની અન્ય બાબતો વિશે (ઉપરોક્ત સંદર્ભ) આપણને જણાવે છે)
આનો અર્થ એવો થાય કે દેવ સાથે જોડાયેલા ખ્યાલો પ્રત્યેક વ્યક્તિએ બદલાતા રહેતા હતા અને આ વ્યક્તિઓ વચ્ચેનાં અર્થઘટનો વળી વધારે ભિન્નતાઓ પેદા કરતાં. જૂના દેવોની રાખમાંથી ધીરેધીરે પરંતુ ચોક્કસપણે નવા દેવો પેદા થતા. “જે વ્યક્તિ વિદ્વાન પંડિત તરીકેની જિંદગી જીવતો હોય, તે તેના પૂર્વજીવનને નિશ્ચિત પરિણામ સ્વરૂપે નવા દેવમાં મૂકતો અને તે નવા નામ હેઠળ લોકોના હૃદયમાં રાજ્ય કરતો.”બૌદ્ધકાળમાં ઈન્દ્ર ત્રિતા અને વરુણની જગ્યા લીધી અને પરિણામ સ્વરૂપે તેમની જગ્યા સાક્કાએ લીધી. અને તે પછીના સમયમાં બ્રાહ્મણીય સમયના પુનર્જીવન કાળમાં વરુણને સ્થાનભ્રષ્ટ કરી તેમની જગ્યા વિષ્ણુએ લીધી. એ નોંધવું જોઈએ કે સાથે સાથે જ જૂનાં નામો ચાલુ રહ્યાં. આમ સાકાએ સ્થાનભ્રષ્ટ કરવા છતાં પણ હજી ઈન્દ્રનો એ નામથી જ સંદર્ભ આપવામા આવે છે.
પરંતુ આ નવા અને જૂના દેવો તરફ બૌદ્ધધર્મની વૃદ્ધિના સમયમાં અન્ય રીતે વર્તાવ કરવામાં આવતા હતા કે જેમાં ચોક્કસપણે અનાદર નહિ તો અનાસ્થા તો હતી જ. તેઓ (દેવો-નવા-જૂના) સ્વર્ગમાં પોતાનો સમય વ્યતીત કરવા સિવાય અન્ય કશું જ કરતા ન હતા, સિવાય કે, તેઓ મહાન જીવોની પૂજા કરતા હતા અને તેમનો સમય નોંધતા હતા અને આમ ને આમ તેમનો પુણ્યનો જથ્થો જમા થતો રહેતો હતો અને તેમને આપવામાં આવેલી સમય મર્યાદા પૂર્ણ થતાં તેઓ નીચે પૃથ્વી પર આવતા રહેતા હતા.
છઠ્ઠી અને સાતમી શતાબ્દીના સમયમાં આ દેવો કેવળ નવા ધર્મોનાં
- ૨૫૨ -