________________
આત્માનું આરોપણ કરવાની અંધશ્રદ્ધા પ્રવર્તતી હતી તે સમયમાં પાછા લઈ જાય છે. આર્યો પૂર્વેની જાતિઓનું પૂજાનું અત્યંત શરૂઆતનું સ્વરૂપ નાગો અને વૃક્ષોની પૂજાનું હતું. નાગો એ વાસ્તવમાં સાપ ન હતા, પરંતુ મસ્તકના પહેરવેશ તરીકે નાગ નું ચિહ્ન) ધારણ કરનારા મનુષ્યો હતા. આ નાગલોકોને સાપ માનવાનો ગૂંચવાડો પેદા થયો હતો. અગાઉના દક્ષિણ ભારતીયો આ બંને સ્વરૂપોની પૂજા કરતા હતા. આજે પણ દક્ષિણ ભારતીયોમાં સાપની પૂજા અત્યંત પ્રચલિત છે.
દેવ અંગેનો ખ્યાલ વિવિધ કારણોથી ઉદ્ભવ્યો જેમાંનું પ્રથમ ભીતિ અથવા ભય, બીજું કૃતજ્ઞતા અથવા અહેસાનની લાગણી અને ત્રીજું આદરયુક્ત ડર અથવા ભક્તિભાવ હતું, અને કેટલાક કિસ્સાઓમાં બધાંજ કારણો સંયુક્ત રીતે હતાં. આમ ઇન્દ્રદેવ કે જે વીજળી, વરસાદી તોફાન અને વરસાદના દેવ હતા તેમને ભય અને કૃતજ્ઞતાને કારણે આદર આપવામાં આવતો હતો. એ જ રીતે લોકો ગાય અને નદીની પૂજા તેમની તરફના કૃતજ્ઞતાના ચિહન રૂપે કરતા હતા. ઉપરોક્ત કારણો સિવાય પણ લોકોને અત્યંત ગમતી એવી ભાગ્યની દેવી (શ્રી)ની પૂજા પણ તે સમયમાં કરવામાં આવતી હતી. એ સમયમાં લક્ષ્મીની પૂજા પણ પ્રચલિત હતી. ભાગ્યની દેવી (શ્રી)ની પૂજા લોકપ્રિય રીતે એવા લોકો દ્વારા કરવામાં કે જેઓ હંમેશાં વિપુલતા અને સમૃદ્ધિને બક્ષિસ તરીકે ઈચ્છતા હતા.
લોકોમાં સમાન રીતે લોકપ્રિય એવી વૃક્ષની પૂજા હતી. વૃક્ષની પૂજા લોકપ્રિય ત્રણ વિચારોને કારણે બની. લોકો વૃક્ષની પૂજા કરતા કારણકે તેઓ છાયા, ફળો અને કાષ્ઠ માટે (વૃક્ષના) કૃતજ્ઞ હતા અને આ હકીકત ઈચ્છાપૂર્તિ વૃક્ષ (કલ્પવૃક્ષ)ની કલ્પનામાં પરિણમી. (આવું જ ગાયની બાબતમાં પણ બન્યું). બીજો વિચાર (કલ્પના) કે જેણે લોકોના માનસ ઉપર પકડ જમાવી તે એ હતો કે કેટલાંક વૃક્ષોમાં દેવોનો વાસ હતો અને જ્યારે આવાં વૃક્ષની પૂજા કરવામાં આવતી અથવા ત્યાં દીવો કરવામાં આવતો ત્યારે તેમાં વસતા દેવો પ્રસન્ન થતા અને ભક્તની ઈચ્છાઓ પૂર્ણ કરતા એજ પ્રમાણે જ્યારે કોઈક તે વૃક્ષને અથવા તો તેની ડાળને કાપે ત્યારે તેમાં વસનાર) દેવ નાખૂશ થતા.
આજે પણ જુવાન કન્યાઓ કે સધવા સ્ત્રીઓ દ્વારા વૃક્ષની પૂજા
- ૨૫૦ -