________________
એટલા માટે કરવામાં આવે છે કે અનુક્રમે તેમના પતિ અને સંતાનો ઉપર દેવના આશીર્વાદ ઊતરે એમ તેઓ ઈચ્છે છે. (સુજાતાનું દષ્ટાંત આ પ્રકારનું છે.).
આ પ્રકારની પ્રજાની લોકપ્રિયતાને ટેકો આપવા માટે જવાબદાર ત્રીજો વિચાર (લ્પના) છે કે કેટલાંક વૃક્ષો સાથે પવિત્રતાનો ખ્યાલ જોડાયેલો છે. કેટલાક ખ્યાતનામ ધર્મોપદેશકોને સર્વે વસ્તુઓ અંગેનું જ્ઞાન થવાનો (જને તેઓ સર્વજ્ઞતા-કેવળ જ્ઞાન તરીકે ઓળખાવે છે) પ્રકાશ પાથરનાર (કેટલાંક) વૃક્ષો હતાં (એમ મનાય છે, અને તેથી તેઓ પવિત્ર અને પૂજા માટે યોગ્ય ગણવામાં આવતાં હતાં. પીપળાનું વૃક્ષ કે જેની નીચે ગૌતમ કેવળજ્ઞાની-દષ્ટા-બુદ્ધ-બન્યા અને શબ્દશઃ જ્ઞાનનો પ્રકાશ પામ્યા છે ત્યાર પછીથી તેમના અનુયાયીઓ દ્વારા બોધિવૃક્ષ તરીકે પૂજાવા લાગ્યું. આ વૃક્ષની ડાળીઓ જુદા જુદા સમયે કાપીને અન્યત્ર જુદી જુદી જગ્યાએ રોપવામાં આવી. આપણે જાણીએ છીએ કે સંઘમિત્રો અને મહેન્દ્ર (રાજા અશોકનાં પુત્રી અને પુત્ર) આવી ડાળ શ્રીલંકા લઈ ગયાં હતાં અને ત્યાં તેણે (ડાળીએ) ઘણા ચમત્કારો દર્શાવ્યા હતા અને ત્યાં તેની ઘણી જ પૂજા થતી હતી.
દેવનું અસ્તિત્વ અન્યત્ર ક્યાંય નહીં, પરંતુ માણસોના મનમાં શોધવાનું હતું. અને કોઈ એક ખાસ દેવ અંગેની વ્યક્તિની સંલ્પના તેની પહેલાંની અને તેની પછીની પેઢીની વ્યક્તિની દેવ અંગેની સંકલ્પના કરતાં ભિન્ન હતી એટલું જ નહિ, પંરતુ એના એજ દેવ અંગેની વ્યક્તિની સંકલ્પના તેની પોતાની પેઢીની વ્યક્તિની (દેવ અંગેની સંકલ્પના) કરતા પણ ભિન્નતા ધરાવતી હતી. (સંદર્ભ Rhys Davids-Dialogus of the Buddha 1.15)
આપણને પ્રાચીન સમયના લોકોની નિર્જીવ વસ્તુઓમાં આત્માનું આરોપણ કરવા અંગેની અંધશ્રદ્ધાઓની યાદી વિશે જણાવે છે તદનુસાર હસ્તસામુદ્રિક શાસ્ત્ર, બધી જ પ્રકારની ભવિષ્યવિદ્યા, આકાશી ઘટનાઓ પરથી તારવેલી શુકનવિદ્યા, સ્વપ્નોના અર્થઘટન પરથી ભવિષ્ય કહેવાની વિદ્યા, ઉંદરોએ કોરી ખાધેલાં કપડાં પરના ચિહનો પરથી ભવિષ્યકથન કરવાની વિદ્યા, અગ્નિને બલિ આપવો અને આને માટે એવી વિશિષ્ટ
- ૨૫૧ -