________________
હાજરીમાં પણ ધર્મની બાબતમાં ઘણી નવી માન્યતાઓ એકાએક ફૂટી નીકળતી કે જે અંગે બ્રાહ્મણીય ગ્રંથો અન્ય રીતે માનતા હતા. બધી જ શાખાઓમાં ધીરેધીરે આવું પરિવર્તન કેવી રીતે આવ્યુ તેનું અભ્યાસપૂર્વકનું પૃથક્કરણ શરૂ કરતાં પહેલાં અને બ્રાહ્મણોએ જે મુદ્દાઓને વધારે મહત્ત્વ આપ્યું હતું તેની ચર્ચા કરતાં પહેલાં એ ધ્યાનમાં રાખવું એ આપણા માટે અતિશય અગત્યનું છે કે ધર્મનાં દ્વાર જાતિ કે જ્ઞાતિના આધાર પર કોઈને માટે પણ પ્રતિબંધિત ન હતાં. ધર્મની ભૂમિકા ઉપર તેમના વિરોધીઓને મળવા (ધર્મ ચર્ચા કરવા) જતી મહિલા યતિઓ વિશે પણ આપણે સાંભળીએ છીએ. ઉચ્ચ કક્ષાએ રહેલી સ્ત્રીઓ પણ બુદ્ધિયુક્ત ચર્ચાઓમાં છૂટથી ભાગ લેવાનો સમય ફાળવતી.
શુદ્રોને બાદ કરતાં, બાકીના ત્રણેય વર્ગો બ્રાહ્મણ, ઉમરાવો (ક્ષત્રિયો) અને વૈશ્યો પૈકીની કોઈ પણ વ્યક્તિ ધાર્મિક જીવન પસંદ કરી શકતી. ઉંમરની બાબતમાં પણ તે અંગે કોઇ જ બાધ ન હતો. બ્રાહ્મણોએ આશ્રમોનો સિદ્ધાંત બાંધવાનો પ્રયત્ન કર્યો અને તદનુસાર પ્રત્યેક ધાર્મિક વ્યક્તિએ બધા જ ત્રણે આશ્રમો (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ)નો અનુભવ લેવો આવશ્યક ગણવામાં આવતો. પરંતુ આ આશ્રમોને ચુસ્ત રીતે વળગી રહેવાનું ન હતું અને પછીથી બુદ્ધે રાજા પસેન્દીને બોધ આપ્યો હતો કે એક રાજકુમાર એક ઝેરી નાગ, અગ્નિ અને ધાર્મિક મનોવૃત્તિવાળી વ્યક્તિ એ સર્વેની તરફ તેમની ઉંમરને ધ્યાનમાં ન લેતાં આદરયુક્ત રીતે વર્તવું જોઈએ. (સંદર્ભઃ સંયુત્તનિકાયઃ રાણી મલ્લિકા અને પર્સન્દી)
બૌદ્ધ ધર્મગ્રંથો આપણને જીવનોપયોગી વિષયમુદ્દાઓ અંગેની વિવિધ માન્યાઓની યાદી આપે છે. આ માન્યતાઓની સંખ્યા 64 જેટલી છે. આપણે એ જાણતા નથી કે ક્યું કોઈ ખાસ જૂથ આ બધી માન્યતાઓને અનુસરે છે. પરંતુ આ યાદી રસપ્રદ અને માહિતી પ્રદ છે. સંદર્ભઃ (ભા કપિલાની)
આ યાદી આપણને આપવા ઉપરાંત બૌદ્ધ ધર્મગ્રંથો ભિખ્ખુઓનાં વિવિધ જૂથોની રસપ્રદ યાદી આપણને આપે છે. આ જૂથો તેમના આગેવાનના નામે ઓળખાતા. આ જૂથોનાં કેવળ નામો સિવાય આપણે તેમના વિશે અન્ય કોઈ વિગતો જાણતા નથી એટલા આપણે ખોટમાં છીએ,
~૨૪૪૨