________________
હતી.)
(7) દેવમ્બિકો : તેઓ કે જેઓ દેવોનો અથવા કદાચ એક ઇશ્વરનો ધર્મ અનુસરતા હતા, પરંતુ આપણને આ પદનો ચોક્કસ અર્થ મળતો
નથી.
આ જૂથો પૈકીના પ્રત્યેકના સૂચિતાર્થો માટે આપણે ચોક્કસ નથી, કારણ કે આ નામો વત્તેઓછે અંશે વિશેષણો છે અને વાસ્તવમાં તે વિરોધી જૂથોને લાગુ પડે છે. Rhys Davidsએ દર્શાવ્યા અનુસાર તે બધાં જ આજીવિકાનાં સાધનોને ધ્યાનમાં લેતાં શુદ્ધ હોવાનો દાવો કરે છે. (આસિવિકાની જેમ જ કે જેનો અભ્યાસ આપણે પછીથી કરીશું.) અપ્રતિબંધિત હોવું (જેમકે નિગન્થો), મિત્ર હોવા જેમ કે આવિરુદ્ધકો, જટિલ પરિવ્રાજકો સિવાયના તે બધા જ ભિખ્ખુ યતિઓ હતા. (પરિવ્રાજકો અર્થાત્ ભિખ્ખુઓ) આ બધાં નામો ધીમે ધીમે એક વર્ગ કે સંપ્રદાયના સભ્યો માટેનો વિશિષ્ટ અર્થ ધરાવવા લાગ્યા.
પરંતુ આ યાદીમાંથી તાપસો તરીકે ઓળખાતા યતિઓના એક વર્ગને બાકાત રાખવામાં આવ્યો હતો. તેઓ તાપસો એવા નામથી તેમના તપને કારણે ઓળખાતા હતા. તે શબ્દશઃ (અર્થમાં) મનોવિકારો, લોભ, ક્રોધ, ઈર્ષ્યાનું ટૂંકમાં સર્વે નબળાઈઓને નાબૂદ કરવા માટેનું દહન હતું, કિન્તુ આ નિર્મૂલન સ્વાભાવિક પ્રેરણાગત છે અને તેથી તેને નાબૂદ કરવું ઘણું અધરું છે. આ દેહ સ્પષ્ટ રીતે આત્માથી ભિન્ન છે એમ વિચારવામાં આવે છે. કેવળ આત્માની ઊંચાઈ શ્રેષ્ઠતમ હોવી જોઈએ. આત્માને ઉન્નત કરવા માટે જન્મજાત વૃત્તિઓને કોરાણે મૂકવી જોઈએ અને તેમને કોરાણે મૂકવા માટે ‘મારું’ માંથી ‘મન’ને અલગ કરવાની સંકલ્પના ઉપયોગી બનશે. તે વખતે યતિઓ મનોવિકારોને નષ્ટ કરવા માટે વખતોવખત તેમના દેહને અપાર્થિવ પરાકાષ્ઠાની યાતનાઓ આપતા હતા અને એ રીતે દેહરૂપી પાત્રને આત્માને (વસવા માટે) યોગ્ય બનાવતા હતા. આમ તેઓ જ્ઞાનેન્દ્રિયોના આનંદ દ્વારા દેહ અને આત્માના અદ્વૈત અંગેની લાગણી પેદા કરતા હતા. અને કોઈ પણ વ્યક્તિને આરામદાયક અને સગવડભરી જિંદગી એમ બંને તરફ દોરી જતા હતા. જોકે વાસ્તવમાં બધા જ સમયના સંન્યાસીઓ કષ્ટને આવકારતા ન હતા, પરંતુ સુખસગવડને નકારતા હતા. (તેઓ માનતા
.
૨૪૬
~