________________
માન્યતાઓનાં વર્ણનો આપણા માટે સાચવી રાખ્યા છે.
આવા લોકો એક્બીજાથી તદ્દન વિભક્ત નહીં હોવા છતાં એકબીજાથી તદ્દન અલગ રીતે ઓળખી શકાય તેવાં જૂથોમાં વહેંચાયેલા હતા. આવું એક (જૂથ) યતિઓનું હતું કે જેઓ પોતાની જાતને ગૃહસ્થ જીવનથી અલિપ્ત કરી દેતા હતા અને નજીકનાં જંગલોમાં રહેવાનું પસંદ કરતા અને તેઓ ત્યાંથી (જંગલ)માંથી મળી આવતા કંદમૂળ અને શાકભાજી ઉપર અથવા તો નજીકના સમાજમાં વહેલી સવારે જઇને મેળવેલા દાનમાંથી પોતાનો ગુજારો કરતાં. આ યતિઓ પોતાનું જીવન જંગલોમાં જ વ્યતીત કરતા.
એવા બીજા હતા કે જેઓ પરિવ્રાજકો અથવા પરિભ્રમણ કરનારા સંન્યાસીઓ તરીકે ઓળખાતા. તેઓ તેમને માટે નક્કી કરેલા નિયમો અનુસારની સમયમર્યાદા કરતાં વધારે સમય માટે કોઈ એક સ્થળે ક્યારેય મુકામ કરતા ન હતા. પ્રત્યેક કિસ્સામાં આવી સમયમર્યાદાઓ નક્કી કરવામાં આવતી અને કેવળ કોઈ વિશિષ્ટ સંજોગોમાં જે તે વધારવામાં આવતી. (બૌદ્ધો માટે પણ આજ પ્રકારની સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હતી.)
આવા યતિઓ અને વિચરતા સંન્યાસીઓને નજીકના સમાજો દ્વારા આદર અને પૂજ્યભાવથી જોવામાં આવતા હતા નજીકના ગામના સંસારી લોકો આવા ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિઓ (યતિઓ અને વિચરતા સંન્યાસીઓ) પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવા માટે ભેટસોગાદો લઈને તેમની પાસે જતા કે જેઓ (યતિઓ વગેરે) તેમની પ્રસંગોપાત્ત મુલાકાત લેતા.
આવી બે મહત્ત્વની વ્યક્તિઓ કે જેમની આસપાસ દૂરદૂરથી લોકોનાં ટોળાં તેમને આદર આપવા તેમજ તેમને આનંદથી ધ્યાનપૂર્વક સાંભળવા માટે એકઠાં થતાં તે બૌદ્ધ સંઘો (કે જે ભિખ્ખુઓ તરીકે ઓળખાતા)ના આગેવાન તેમજ જૈન સંઘો (કે જે નિહંતો તરીકે ઓળખાતા)ના આગેવાન હતા કે જેમની વિસ્તૃત કથા આપણે પછીથી જોઇશું.
એ નોંધવું જોઈએ કે ધર્મમાં વ્યાપેલી આ અરાજકતા એ હકીકતને કારણે હતી કે ઊભરતા સંપ્રદાયોની તરફેણમાં ધીરે ધીરે બ્રાહ્મણો પોતાનું સ્થાન ગુમાવતા જતા હતા. બ્રાહ્મણ ધર્મગુરુઓ તેમની સત્તા નીચેના સમુદાયો પરની પકડ લાંબો સમય સુધી જાળવી શક્યા નહિ. તેમની
~283~