________________
ધર્મ
એક વિદ્વાન લેખકે અત્યંત વિરોધાભાસી રીતે ધર્મને અજ્ઞાન લોકો માટે અફીણ સમાન વર્ણવ્યો છે. આર્ય સંસ્કૃતિના આરંભના દિવસોમાં જ્યારે વ્યક્તિની આર્થિક સ્થિતિ સ્થિર બની ત્યારે સામાન્ય માનવી માટે ધર્મ અંગે ચિંતન અને અટકળો કરવા માટે પૂરતો સમય ઉપલબ્ધ થયો. આ અટકળો લોકોની ક્લ્પના અનુસાર તેમજ પડોશના સમાજોની અસ૨ અનુસાર પરસ્પરથી ખૂબ જ અલગ પડતી હતી. એવા લોકો અત્યંત અલ્પ હતા અથવા ઘણું કરીને બિલકુલ ન હતા કે જેઓ ધર્મોના આ રીતે ભાગ પડતા નિવારી શકે. બહુમતી લોકો માટે એ મન બહેલાવવાનું સાધન હતું (ધર્મચર્યા) અને કોઈ ખાસ ખ્યાલ (ધર્મ વિશેનો) ને પકડી રાખવાનું અને તે સમયે સ્વીકૃત પવિત્ર ધર્મગ્રંથો આધારે અને તેમના પોતાના સંપ્રદાયને અનુકૂળ સિદ્ધાંતોને ટેકો આપવાની તેમજ તેમને ખરા સાબિત કરવાની તે સમયની ફેશન હતી.
આના પરિણામે ધર્મ અંગે અરાજક્તા વ્યાપી, એ સમયની પ્રત્યેક બુદ્ધિમાન વ્યક્તિએ જીવન જીવવાની અન્યોથી અલગ એવી તેની પોતાની રીત વિકસાવી કે જે ધર્મોની માન્યતાઓની ભુલભુલામણીમાંથી તેણે પોતે તારવી કાઢેલી ધારણાઓ ઉપર આધારિત હતી. તે પોતાની આસપાસ શિષ્યોની ટોળી ભેગી કરતો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભ્રમણ કરતો. આવાં જૂથોના આગેવાનોની તેમની પોતાની વચ્ચે પ્રસંગોપાત્ત ચર્ચાઓ થતી અને આ ઉદ્દેશ્ય માટે સભાખંડો બાંધવામાં આવતા
1 લિચ્છવીઓનો તેમની રાજધાની વૈશાલીની નજીકના વિશાળ જંગલમાં ચર્ચા માટેનો શમિયાણોઅનેશ્રાવસ્તીના રાણી મલ્લિકાના ઉદ્યાનમાં આવેલું જનપદભવન
એક ખાસ જૂથના અનુયાયીઓ અને તેના બરોબરિયા જૂથના અનુયાયીઓ કે સભ્યો વચ્ચે આવી ચર્ચાઓ અવારનવાર થતી. વિરોધી જૂથની તેના બરોબરિયા જૂથ સાથેની ચર્ચામાં અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો. મોટા ભાગના કિસ્સાઓમાં હરીફ જૂથોને મળતાં દાન તેમજ સાધન સામગ્રી એક જ નહોય તો પણ સમાન પ્રકારના તો અવશ્ય રહેતાં. પ્રાચીન બૌદ્ધગ્રંથોએ આ વિવિધ પ્રકારના લોકોની
૦૪૨