________________
ઈસવીસન પૂર્વેની છઠ્ઠી શતાબ્દીમાં પ્રવાસીઓ એવી ભાષામાં વાતચીત કરતા હતા કે સંસ્કારી ગૃહસ્થોમાં સામાન્ય હતી, જે સ્થાનિક બોલીઓને મળતી આવતી હતી. (ઉદાહરણ તરીકે) જે રીતે લંડનની અંગ્રેજી ભાષા સમરસેટશાયર, ફોર્કશાયર અને એસેકસમાં બોલાતી બોલીઓને મળતી આવે છે.” આ પ્રમાણે શ્રીમતી રાઈસ ડેવિડ્ઝ કહે છે, અને તેણે મુદ્રાઓ (સિક્કાઓ) તેમજ ધર્મગ્રંથોના અભ્યાસના આધારે કોઈ પણ જાતના વાંધા વિરોધ વગર દર્શાવ્યું છે કે તે વખતે વપરાતી પ્રાચીન ભાષા પાલિ હતી અથવા તો તેને મળતી આવતી એવી કોઈ ભાષા હતી. Goringa Ms. peppe's Vases અને સત્યદમન (ઈસવીસનની દ્વિતીય શતાબ્દી) પહેલાંની મળી આવેલી પ્રાચીન મુદ્રાઓમાંથી પણ આજ વાત પ્રગટ થાય છે. સમય જતાં ભાષા અત્યંત રૂઢિગત બની ગઈ અને બલિ આપવાની વિધિ માટેની કૃત્રિમ મૃત ભાષા ઉપયોગમાં લેવાતી ગઈ. અને ધીરે ધીરે લોકોની જીવંત ભાષા સંપૂર્ણપણે વિસરાતી ગઈ. તે દર્શાવે છે કે, “પરિવર્તન પામેલી ભાષાએ યોગ્ય વારસ તરીકેનું સ્થાન લીધું. પરોપજીવીઓની (દેશી બોલીઓની) અતિ વૃદ્ધિ થઈ અને જીવંત વૃક્ષ (સંસ્કૃત ભાષા) કે જેમાંથી તેઓ પોતાનું પોષણ મેળવતાં હતાં અને જેમાંથી તેઓ જન્મ પામ્યાં હતાં. તેને જ મુરઝાવી નાખ્યું. ઈશુ પછીની કેટલીક શતાબ્દીઓ બાદ સંસ્કૃત આ દેશમાં) એક વિદેશી ભાષા જેવી બની ગઈ.
તે જમાનાની ત્રણ ખ્યાતનામ વિદ્યાપીઠોની સાહિત્યિક સિદ્ધિઓનાં પરિણામો હજી આજે પણ આપણા માટે ઉપલબ્ધ છે અને આ ત્રણેય વિદ્યાપીઠોની કાળજીભરી તુલના અને ઝીણવટભરી તપાસ દ્વારા આપણે સત્યના અંશો સુધી પહોંચવાની અપેક્ષા રાખી શકીએ. વળી યુરોપિયન વિદ્વાનોએ ઉપલબ્ધ બ્રાહ્મણીય ગ્રંથોનો ઉપયોગ કરીને તેમજ તેઓ તેમના હરીફ હોવા છતાં આ બ્રાહ્મણ લોકો તરફ કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય તેમણે તેમનો (આ ગ્રંથોનો) સામૂહિક રીતે સંદર્ભ લેવા માટે વિશ્વાસ કર્યો. આવા કોઈક પર્વગ્રહયુક્ત સ્ત્રોતમાંથી ઈતિહાસ રચવાનો પ્રયત્ન કરવો એ કોઈ પણ ઇતિહાસકાર માટે પ્રમાણભૂત હોઈ શકે નહિ. તે તો માત્ર બ્રાહ્મણો, બૌદ્ધો અને જૈનોના કાર્યની અને તેમની (ઇતિહાસકારોની) પોતાની ગુણવત્તાને લીધે જ આપણે સત્ય સુધી પહોંચી શકીએ આમ
- ૨૪૦ -