________________
અધિકાર પ્રદાન કરેલો હતો. (Mame 1.88 IX.317-319) તેઓ ઈશ્વર પાસે પણ તેઓ પૈકીના પ્રત્યેક જણની મહાન દિવ્યતાનો દાવો કરતા હતા. XI (85). 1 Gantam XII 4-6
આમ પ્રાચીન બ્રાહ્મણો તેમના પોતાના આવા લાભદાયી વ્યવસાય ઉપર દબાણને આમંત્રણ આપે એવા કોઈ પણ ખ્યાલનો ખોટી રીતે વિરોધ કરતા હતા.
અને આપણે પૂર્વગ્રહ રહિત એવા વિદેશીઓનો આભાર માનવો જોઈએ કે પોતાના કોઈ સ્થાપિત હિત વિના તેમણે વિગતપૂર્ણ વર્ણન આપણને પ્રાપ્ત કરાવ્યું છે.
તેથી અન્ય દેશોથી ઊલટું ભારતમાં આ એક વિચિત્ર પરિસ્થિતિ હતી કે લેખનકળાનો વિકાસ નહીં થયો હોવાને પરિણામે તેને સામાન્ય ઉપયોગમાં મૂકવામાં આવ્યું ન હતું.
ખૂબ જાણીતા નહીં એવા સંન્યાસીઓ ધર્મગ્રંથોનો અભ્યાસ કરતા હતા અથવા તો તેનું પુનરાવર્તન કરતા હતા. જેઓ (આ બાબતમાં) અપવાદરૂપ હતા.
તુલનામાં ખૂબ જ મોડેથી જે ચીજ (લખવા માટે) અત્યંત ઉપયોગી બની હતી તે બર્ચના ઝાડની છાલ, તામ્રપત્રો અને તાડપત્રો હતાં.
હવે આપણે તે પ્રાચીન સમયમાં કઈ ભાષા મહદ્ અંશે વપરાશમાં હતી તે જોઈએ. બ્રાહ્મણ ગ્રંથો એવી રજૂઆત કરવાનો પ્રયત્ન કરે છે કે પ્રાચીન સમયથી લોકોની ભાષા શાસ્ત્રીય સંસ્કૃતી હતી, જેનો ઉપયોગ નાટ્યકલામાં પછીથી થવા લાગ્યો, અને કેવળ અભણ લોકો તેમજ નીચલા સ્તરના લોકો અન્ય ભાષાઓનો ઉપયોગ કરતા હતા. વાસ્તવમાં શરૂના સમયમાં લોકો ઘરગથ્થુ પ્રકારની બોલી બોલતા હતા અને તેમની બધી જ ચર્ચાઓ, ધર્મના જટિલ મુદ્દાઓ વિશેની ચર્ચા પણ ઘરગથ્થુ પ્રકારની દેશી ભાષામાં કરતા હતા. ભાષાની સમસ્યા ક્યારેય અવરોધરૂપ બનતી ન હતી અથવા ધર્મ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ ઉપરની ચર્ચાઓમાં પણ આડખીલીરૂપ બનતી ન હતી.
- ૨૯