________________
શ્રવણ કરી શકતા.
આમ ધર્મનો તુલનાત્મક અભ્યાસ કે જે વર્તમાનમાં કોઈ પણ વ્યક્તિ માટે શક્ય છે તે વ્યક્તિ પોતાની જાતને સર્વે ધાર્મિક માન્યતાઓમાંથી દૂર રાખી શકે તે કંઈક અંશે અશક્ય છે. કોઇ એક ખાસ ધર્મના ધાર્મિક ઉપદેશોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ પણ વ્યક્તિને તે ધર્મના કોઈ એક વ્યક્તિને પ્રગતિના પંથે લઈ જવા માટે પ્રતિબદ્ધ થવું પડતું. કારણ સ્પષ્ટ હતું કે આજે સામાન્ય છે તેમ તે જમાનામાં પણ એ બાબત સામાન્ય હતી એ કોઈ અન્ય મનુષ્યના સંપ્રદાયને વિકૃત રીતે રજૂ કરવો. હકીકત એ હતી કે ખોટી રીતે રજૂ કરવામાં આવેલી માન્યતાઓનો ખોટો અર્થ ઘટાવવામાં આવતો, સૂત્રોને ખોટી રીતે ઉપયોગમાં લેવામાં આવતાં અને પરિણામે સંપ્રદાયને ખોટી રીતે મૂલવવામાં આવતો. કોઈ વિષયના અયોગ્ય નિરૂપણમાંથી તેનું સંરક્ષણ કરવા માટે સંપ્રદાયનાં દ્વાર કેવળ તે સંપ્રદાયના પોતાના સભ્ય માટે જ ખુલ્લાં રહેતાં અને તેમને માટે આમ કરવું એ તદ્દન ન્યાયમુક્ત (વાજબી) હતું.
આ પ્રતિબંધ કેટલાક કિસ્સાઓમાં અને ખાસ કરીને બ્રાહ્મણોની બાબતમાં ધર્મને વિશેષાધિકારવાળા કેવળ થોડાક લોકોના હાથમાં રાખવાનો શેતાની આનંદ હતો. ગુપ્તતા એ તેમનું ધ્યેય વાક્ય હતું. તેમના પોતાના હક્કો પર આવતા કાપથી તેઓ ડરતા હતા અને તેમના પોતાના સંપ્રદાય બહારથી આવતા તેમના પોતાના અધિકારોના દબાણની તેમને ધાસ્તી હતી, અને પાછળથી (લખાયેલા) બ્રાહ્મણ ગ્રંથો બ્રાહ્મણોના માનસના અંધકારભર્યા દુષ્ટ ખંડોનું દર્શન કરાવે છે.
જો કોઈ શુદ્ર વેદોનું ગાન થતું હોય ત્યારે ઇરાદાપૂર્વક તેનું શ્રવણ કરે તો તેના કાનમાં પીગાળેલું સીસું રેડવું. જો તે તેનો મુખપાઠ કરે તો તેની જીભ કાપી નાખવી. જો તે તેની સ્મૃતિમાં સંરક્ષિત રાખે તો તેના દેહનાં બે ઊભાં ફાડિયા કરવાં” અને એ હકીકતની કોઈ પણ વ્યક્તિ ઉપેક્ષા કરી શકે નહિ કે આ વિચારને મહાન દાર્શનિકો તરફથી માન્યતા પ્રાપ્ત થઈ હતી. (Shanker Vedanta Sutras 1-3-88). આ સર્વે ભૂલભરેલી અને ઊંડાં મૂળ નાખી ગયેલી એવી માન્યતાઓને કારણે હતું ખુદ ઈશ્વરે વંશપરંપરાગત ધર્મગુરુઓને અન્યોને તે શીખવવાનો અબાધિત
કે
~૨૩૮ ~