________________
પસંદ કરે તો તે આરામથી તેમજ સુવિધાપૂર્ણ રીતે રહી શકશે, કિન્તુ બીજી બાજુએ તેની અંગુલિકાઓ દુખવા લાગશે.
જો કોઈ વ્યક્તિ (લેખક) આત્મહત્યાથી થતા લાભ વિશે લખે, તો પછી તે લખાણના પ્રત્યેક અક્ષરદીઠ ગુનો કરે છે.
લેખનકળાથી લોકો અજાણ ન હતા. લેખનકળા એ પ્રાચીન સુત્તો માટે સર્વસામાન્ય હતું, કિન્તુ તે પછીથી તે સામાન્ય વપરાશમાં ન હતું, તે યાદદાસ્તને મદદરૂપ થાય તે માટે કેવળ પ્રસંગોપાત્ત જ વપરાતું, પરંતુ ગ્રંથોની રચના વિશે કોઈ જ્ઞાન ન હતું. ભિખુની ખાનગી સંપત્તિમાં કોઈ હસ્તપ્રતનો સમાવેશ થતો ન હતો.
સ્વાભાવિક રીતે જ પ્રશ્ન પેદા થાય છે કે આમ હતું તો પછી બુદ્ધના ઉપદેશોનો વિશાળ જથ્થો કેવી રીતે યાદ રાખી શકાતો હતો? પોતાના દ્વારા વારંવાર પુનરાવર્તન કરીને અને તેમના શિષ્યો તરફ તેનું વહન કરીને (બુદ્ધના) ઉપદેશો ગુરુ તરફથી શિષ્ય તરફ પસાર કરવામાં આવતા અને આમ કાવાર્ય પરંપરા દ્વારા ઉપદેશોનું વહન થતું. એ વખતના લોકોની શ્રેષ્ઠ સ્મૃતિનો (આપણે) આભાર માનવો જોઈએ કે તેમણે શ્રેષ્ઠ ઉપદેશો આ રીતે આપણા માટે સાચવી રાખ્યા હતા. સંન્યાસીઓ તેનો અભ્યાસ કરતા અને ગ્રંથોનું લેખન એ સમયમાં થતું ન હતું એ એક અપવાદ ગણી શકાય.
ધર્મ ઉપર આવી પડનારાં સંકટોને ગણતરીમાં લઈને બુદ્ધ કહે છે કે સુંદર કાવ્યમય અતિ અલંકૃત એવાં સુત્તત્તાનું પુનરાવર્તન થતું હશે ત્યારે સંપ્રદાયના સભ્યો તેનું શ્રવણ કરશે અને તેની પ્રત્યે ખૂબ જ ધ્યાન આપશે અને તો જ તેમને મુખપાઠ કરવાનું શીખવા માટે લાયક ગણવામાં આવશે. કિન્તુ તેઓ વધુ પડતા આંટીઘૂંટીવાળા અને દાર્શનિક (આધારવાળા) પ્રબંધો અંગે ઊંડાણથી અભ્યાસ કરવાની બાબતની અવગણના કરશે..
* જ્યાં પણ લેખિત સ્વરૂપમાં પ્રબંધો હશે તો તેને તેઓ બને ત્યાં સુધી અવગણવાનું પસંદ કરશે. (વતિમોરવા) (એ નામનો ગ્રંથ)નો પ્રત્યેક ઘરમાં પ્રતિમાસ એક વખત મુખપાઠ થાય તે આવશ્યક હતું. એ સમયમાં જો આપસમાં ભાઈચારો હોય તો પણ, કોઈ પણને નિયમો કંઠસ્થ ન હોય તો તેમનામાંથી કોઈ એક યુવાન સભ્યને પડોશના ધાર્મિક વ્યવસાયના માણસો પાસે પતિમોવલ્લા શીખવા માટે મોકલવામાં આવતો. જો લેખન જ્યાં સામાન્ય
- ૨૩૬ -