________________
“મોટા ભાગના લોકો પોતાની માલિકીની ભૂમિમાં કાં તો કૃષિ કરતા અથવા તો કોઈક હસ્તઉદ્યોગ કરતા. બંને વર્ગના લોકો પર તેમની પોતાની પસંદગીના સ્થાનિક આગેવાનની સત્તા ચાલતી.”
તત્કાલીન આર્થિક પરિસ્થિતિઓનો ફરીથી આછો ખ્યાલ મેળવી લીધા પછી આપણે તે પછીનું કર્તવ્ય તત્કાલીન સાહિત્યિક પરિસ્થિતિઓનો કંઈક ખ્યાલ મેળવવાનું રહેશે અને તત્પશ્ચાત્ અંતિમ તબક્કામાં આપણે ઈસવીસન પૂર્વેની છઠ્ઠી શતાબ્દી અંગેના સર્વેક્ષણના અનુસંધાનમાં તત્કાલીન ધાર્મિક માન્યતાઓના એક અગત્યના મુદ્દા ઉપર જઈશું. સાહિત્યિક પરિસ્થિતિઓ :
પ્રત્યેક તબક્કે સમાજનો વિકાસ તત્કાલીન લોકોની સાક્ષરતા ઉપર આધાર રાખે છે. સમાજમાં જેમ વધુ ને વધુ લોકો સાક્ષર હોય તેમ સમાજની આધારશિલા વધારે મજબૂત બને. કિન્તુ આ સાક્ષરતા કેવળ તેમના ઘન પર આધારિત ન હતી. હવે આપણે આપણું ધ્યાન એ પ્રાચીન સમય પર કેન્દ્રિત કરીશું મહાવીર અને બુદ્ધ જેવા ધર્મોપદેશકો જે સમાજમાં વિચરતા હતા તે ને સમાજ કેટલી હદે સાક્ષર હતો તે વિશે વિચારીશું.
તે પ્રાચીન સમયમાં પણ લોકો લેખનકળાથી અજ્ઞાત ન હતા અને પ્રાચીન ગ્રંથોમાંથી આપણને લેખનની કળાના સંદર્ભો મળી આવે છે. Dialogues of Buddha-(P.11) નામનો ગ્રંથ) એક ભિખુએ ત્યાગવાની સંખ્યાબંધ વસ્તુઓનો સંદર્ભ આપે છે અને (GIR) અને વર્ણમાળા એ તેમાંની એક છે. આ બાળકોની એક રમત છે અને તેને “હવામાં રેખાકૃતિ દ્વારા દોરેલા અક્ષરોની કલ્પના કરવી” એ રીતે વર્ણવવામાં આવે છે.)
બાળકોની રમતો પૈકીની વર્ણમાળાની આ રમત સારી રીતે રમવા માટે મૂળાક્ષરોનું જ્ઞાન અત્યંત આવશ્યક હોવું જોઈએ. | Vinaya 4(Tવર્ણમાલા કે લેખનકળા એ વિશિષ્ટ પ્રકારની કળા છે. એ રીતે તેની પ્રશંસા કરે છે. રાજાના મહેલના પ્રવેશદ્વારની દેવડી આગળ દ્વાર મંડપ આગળ નામ લખેલ ગુનેગારને ધર્મ સંપ્રદાયમાં પ્રવેશ નિષિદ્ધ હતો. એ જ રીતે લેખકના અંગે પણ સંદર્ભ આપવામાં આવ્યો છે. એમ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ લેખક તરીકેની કારકિર્દી
- ૨૩૫ -