________________
18. ચિત્રકારો પણ (એ સમયમાં) હતા. આપણે (ગ્રંથમાં) વાંચીએ છીએ કે આ ચિત્રકારો તેમણે દોરેલી આકૃતિઓ અને નકશી વડે નૃપતિઓનાં આનંદભવનોને સુશોભિત કરતા અને તેઓ નિષ્ણાત ચિત્રકારોના પુરોગામીઓ તરીકે તેમની જાતને શ્રેષ્ઠ સાબિત કરી શક્યા હતા અને નિષ્ણાત ચિત્રકારો પાછળથી ઈસવીસનની સાતમી અને આઠમી શતાબ્દિમાં તેમણે અજંતાની પ્રાચીન ગુફાઓમાં તેમની કળાને શ્રેષ્ઠ રીતે રજૂ કરીને તેમની જાતને સર્વોત્તમ તરીકે સાબિત કરી હતી.
કેવળ રાજાની યાદી કે શ્રીમતી રાઈસ ડેવિડ્ઝની યાદી પણ પર્યાપ્ત નથી. એવાપણ કેટલાક વ્યાવસાયિકો હતા કે જેમને તેમની પોતાની અલગ મંડળી ન હતી તેમ છતાં પણ તેઓ તેમના પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કક્ષાએ પહોંચી શક્યા હતા.
1 આવા ઉદાહરણ તરીકે સંગીતજ્ઞો હતા કે જેઓ આરામદાયક અને શ્રેષ્ઠ રીતે વિવિધ વાજિંત્રો વગાડી શકતા. કિન્તુ તેમાં સર્વસામાન્ય (વાજિંત્ર) વીણા હતી (સારંગીને મળતું આવતું તારવાળું વાજિંત્ર) અને બંને બાજુથી વગાડી શકાય એવું મટિંગ કે મૃદંગ હતું.
આ સંગીતકારો ઉપર રાજદરબારની કૃપા રહેતી અને રાજાઓ ઘણીવખત તેમના પુત્રોને નિરાશાવાદના વિકરાળ ઓળાઓ ઘેરી ન લે તે હેતુથી તેમને અન્યત્ર વાળવા માટે તેમનો ઉપયોગ કરતા.
સંગીતમાં નૃત્યનો પણ સમાવેશ થતો અને તે પ્રચીન સમયમાં પણ નર્તકીઓ હતી, જે નૃત્યકળામાં શ્રેષ્ઠ હતી અને જનતાને પ્રસન્ન કરી દેતી. આવી મનોરંજક ક્લાઓ ઉપરાંત વ્યાવહારિક વિજ્ઞાન પણ કંઈ ઓછું વિકાસ પામેલ ન હતું. ચિકિત્સાનું વિજ્ઞાન એ આ પ્રકારનું હતું. વર અને सुश्रुत તે સમયના ખ્યાતનામ અને શ્રેષ્ઠ વૈદ્યો હતા.
પ્રાચીન કથાઓ : એ જમાનામાં એવા ઈજનેરો પણ હતા કે જેઓ એક જગ્યાને બીજી જગ્યા સાથે જોડતા ભૂગર્ભ માર્ગો ખોદી શક્તા. આવાં બોગદાંનો ઉપયોગ નાસી છૂટવા માટે, આક્રમણ કરવા માટે અથવા (કન્યાઓનાં) અપહરણ કરવા માટે થતો,
આનાથી પણ યાદી પૂર્ણ થતી નથી અને સંપૂર્ણ વિગત પૂર્ણ અભ્યાસ
~ 233 ~