________________
કેટલાક અન્ય વ્યવસાયોની વધુ યાદી પૂરી પાડે છે, કે જે વ્યાવસાયિકો તેમની આજીવિકા તેમના વ્યવસાય દ્વારા પ્રાપ્ત કરતા હતા. એવોજ એક (વર્ગ) કે જેનો અગાઉનિર્દેશ થયેલો નથી તે લહિયાઓનો વર્ગ છે અને આપણે જાણીએ છીએ કે પજ્યોતના તાબામાં આવોજ એક શ્રેષ્ઠ પ્રવીણ લહિયો હતો.
એવો એક વેપારીઓનો વર્ગ હતો કે જેઓ એક જગ્યાએથી માલનું બીજી જગ્યાએ વહન કરતા, જેમાં રેશમ, મલમલ, સુંદર બારીક પ્રકારનાં વસ્ત્રો અને છરી, કાતર ઇત્યાદિ કાપવાનાં સાધનો અને બખતર, કિનખાબ, ભરતકામવાળાં વસ્ત્રો અને ધબળા, અત્તરો અને દવાઓ, હસ્તિદંત અને હતિદંત પરની કારીગરી, રત્નો અને સુવર્ણ (ભાગ્યે જ રજત) આ બધી આ વ્યાપારીઓની વ્યાપારની ચીજો હતી.
વિનિમયની પદ્ધતિ નાબૂદ થઈ ગઈ હતી, કિન્તુ (તેના બદલામાં) રાજ્યનાં નિયંત્રણ હેઠળની નવા ચલણી નાણાની પદ્ધતિએ તેનું સ્થાન લીધું ન હતું. ખરીદ વેચાણની સોદા હપના ના ચલણમાં થતા, જે લગભગ 146 રતિ વજન ધરાવતો તાંબાનો ચોરસ સિક્કો હતો અને વજનના પ્રમાણમાં તેની બાંહેધરી આપવામાં આવતી હતી અને આ (બાંહેધરી) ખાનગી વ્યક્તિઓ દ્વારા તેના પર કાણાં પાડીને કરેલાં ચિહ્નો દ્વારા આપવામાં આવતી હતી. 874
“રજતની મુદ્રાઓનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. 877 આજના હિસાબે આ દાપના (કાષાર્પણ) માંના તાંબાનું મૂલ્ય એક પેની (પેન્સ) ના છઠ્ઠા ભાગ જેટલું હતું. તેની ખરીદ શક્તિ તે વખતે આજના શિલિંગની ખરીદશક્તિ જેટલી જ હતી.” કેટલાંક મહાનગરો જે અત્યંત અલ્પસંખ્યામાં હતાં તેમાં વેપારીઓ એકબીજા પર હૂંડીઓ (Letter of credits) મોકલતા. તે વખતે બેંકોની વ્યવસ્થા નહીં હોવાને કારણે ધન કાંતો ઘરમાં રાખવામાં આવતું, અથવાતો જંગલમાં દાટી દેવામાં આવતું અથવા તો કોઈ મિત્રને ત્યાં મૂકવામાં આવતું. આવા નાણાંકીય વ્યવહારની લેખિત નોંધો રાખવામાં આવતી. આંગળીને વેઢે ગણી શકાય એટલી ઓછી સંખ્યામાં એ વખતે શ્રીમંત લોકો હતા. ત્યારે જમીનદારો ન હતા. 1 Story of tunda etc. 2 રાજા શ્રેણિક બિંબિસારનું ચલણાનું અપહરણ
- ૨૩૪ -