________________
માખીઓને દૂર રાખવાનું, ઈંડા આપનાર પક્ષીઓ પાસેથી ઈંડા મેળવવાનું અને (પશુઓની) છોલાયેલી ચામડીના ઘા રૂઝવવાનું કૌશલ્ય પણ ધરાવતો હતો. તે ધુમાડા સાથેનો અગ્નિ રાખીને તેના વડે (પશુઓ પરથી) ડાંસમચ્છર ઉડાડવા માટે પણ ટેવાયેલો હતો. તે નદીના ઢોળાવ અને પશુઓને પાણી પીવાનાં સ્થાનોથી પણ પરિચિત હતો અને (પશુઓને ચ૨વા માટે) ગોચર પસંદ કરવામાં તેમજ તેમના આંચળમાં દૂધ લાવવામાં પણ તે પાવરધો ગણાતો હતો અને તેને (પશુઓના) ધણના અગ્રણી તરીકેનો યોગ્ય આદર પ્રાપ્ત થતો હતો.” જનપદોમાં (લોકોની) સ્વભાવગત સાદગીમાં પણ નિર્ભરતા અને સલામતી હતી. જનપદવાસીઓના સુખનો દુર્ભિક્ષના સમયમાં અંત આવતો. તે સમયમાં સિંચાઈ યોજનાઓ અને નહેરો વિકાસ પામી ન હતી, તેથી લોકો સંપૂર્ણ પણે વર્ષા ઉપર આધાર રાખતા અને જ્યારે વર્ષા થતી ન હતી ત્યારે તેઓ અસહાયતા અનુભવતા અને તેઓ મહાન દેવ ઈન્દ્રને (વર્ષા માટે) પ્રાર્થના કરતા અને તેમને પ્રસન્ન કરવા માટે બલિદાન પણ આપતા.
વ્યક્તિ ભયંકર દુર્દેવ સિવાય ભાડેથી મજૂરી કરવા જવા અંગેનો વિચાર પણ કરતી નહિ અને શક્ય હોય ત્યાં સુધી પ્રત્યેક વ્યક્તિ તેના પોતાના વ્યવસાયમાં જ પ્રવૃત્ત રહેતો અને તે પ્રાચીન સમયમાં પણ આ વ્યવસાયોમાં વ્યાપક વૈવિધ્ય રહેતું.
બૌદ્ધ સંપ્રદાયના પ્રાચીન ગ્રંથો પૈકીનો એક એવો Dignikaya ‘દીધ્વનિકાય’ નામનો ગ્રંથમાં આવા હસ્તકૌશલ્યોના વ્યવસાયોનો સમાવેશ થાય છે.
1
હસ્તિસવારો
2
અર્શ્વદળ
3
રથચાલકો
4
ધનુર્ધારીઓ
5 થી 13સૈન્યના વિવિધ દરજ્જાના લોકો
14 દસ્યુઓ
15
16 કેશકર્તન ક્લાકારો
રસોઈયાઓ
~૨૨૮×