________________
કે જેઓ ઉત્સવોના પ્રસંગોએ છૂટે હાથે ધનનો વ્યય કરતા હતા તેમના વૈભવી ઠાઠમાઠને અત્યંત સુપેરે પ્રકાશમાં આણતા હતા.
એક બૌદ્ધગ્રંથ આવાં સ્નાનને વિગતવાર વર્ણવે છે અને આ વર્ણન આપણને આપણા (આધુનિક) ‘ટર્કીશ સ્નાન’ ની યાદ અપાવે છે. રાઈસ ડેવિડ્ઝ તેમનું વર્ણન નીચે મુજબ કરે છે :
‘મકાનો પથ્થર ઉપર ઈંટો સામેથી દેખાય એવા ઊંચા ચણેલા પાયા ઉપ૨થી ઊંચે જતી પથ્થરની સીડીઓ વાળા અને ફરતે કઠેરાવાળા ઓટલા હોય એ રીતના બાંધવામાં આવતાં હતાં. છાપરું અને દીવાલો લાકડાનાં બનાવવામાં આવતા અને તેમે પ્રથમ (ઝાડની) છાલ વડે ઢાંકીને ઉપર પ્લાસ્ટર કરવામાં આવતું હતું. દીવાલોનો કેવળ નીચેનો ભાગ સામે ઈંટો દેખાય એ રાતે બનાવવામાં આવતો. (અંદર) એક નાની ઓરડી અને ઉષ્ણખંડ બનાવવામાં આવતો તેમજ નહાવા માટે એક હોજ બનાવવામાં આવતો. ઉષ્ણુખંડની વચ્ચે અગ્નિસ્થાન રાખવામાં આવતું, જેની ફરતે બેઠકો ગોઠવવામાં આવતી. પરસેવો થાય એ માટે સ્નાન કરનારાઓ ઉપર ગરમ પાણી રેડવામાં આવતું, કે જેમના ચહેરા સુગંધિત પુનમ (બારીક ચાક) વડે (અગાઉથી) આચ્છાદિત કરવામાં આવતા હતા. સ્નાન કર્યા પછી સાબુથી માથું ધોવામાં આવતું અને તે પછી હોજના પાણીમાં કૂદીને ડૂબકી લગાવવામાં આવતી. ગંગાના મેદાનમાં આટલા પ્રાચીન સમયમાં આ પ્રકારનું સ્નાન લેવામાં આવતું કે જે આપણા અર્વાચીન ‘ટર્કીશ સ્નાન’ તરીકે ઓળખાતા (સ્નાન) ને અત્યંત મળતું આવતું હતું તે બાબત અત્યંત આશ્ચર્યજનક છે.
દીધ્ધનિકાયમાં એક અન્ય પ્રકારના સ્નાન વિશે પણ વર્ણન છે, જેમાં ખુલ્લી હવામાં એક સ્નાન ટાંકી બનાવવામાં આવતી કે જેમાં નીચે ત૨ફ લઇ જતી પગથિયાંન્ત્ હાર રાખવામાં આવતી, જેને સંપૂર્ણ રીતે પથ્થરથી મઢવામાં આવતી અને બંનેને (ટાંકી અને પગથિયાને) પુષ્પો તેમજ કોતરણીવાળી શિલ્પાકૃતિઓથી સુશોભિત કરવામાં આવતી હતી. શ્રીમંતોની માલિકીનાં ખાનગી મેદાનોમાં તૈયાર કરવામાં આવતાં આ સ્નાન કરવાનાં સ્થાનોને સુંદર ચીજો તરીકે ગણવામાં આવતાં.'' P.76-77- Buddhist India- T.W.Dhys Davids.
My
૨૨૬ –