________________
Vinaya - Texts 111, 105, 110, 297 and also trans. by Rhys Davids - PP 262. | સામાજિક પર્યાવણ અને પરિસ્થિતિઓ અંગે કેટલીક માહિતી એકત્ર કર્યા પછી હવે આપણે આગળ ઉપર ઇસવીસન પૂર્વેન સાતમી સદીમાં જનતાની આર્થિક સ્થિતિ અંગે ઊંડાણ પૂર્વકની તપાસ કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આર્થિક સ્થિરતા એક ચાલકબળ છે કે જે માનવીની અન્ય સર્વે પ્રવૃત્તિઓને જીવંત રાખે છે.
આર્થિક પરિસ્થિતિ : કોઈપણ વ્યક્તિ એ બાબતને ભાગ્યેજ ભૂલી શકે કે તે સમયમાં કોઈ આર્થિક સ્થિરતા પ્રવર્તમાન ન હતી. પ્રજાને તેમની ધાર્મિક અને દાર્શનિક બાબતો અંગે ચિંતા કરવા માટે અત્યંત અલ્પ સમય રહેતો અથવા તો બિલકુલ સમય રહેતો ન હતો.
આપણે અગાઉ જોયું છે તદ્દનુસાર બધાની માલિકીનાં આજુબાજુ વાડ કરેલાં સંવર્ધિત વિશાળ ક્ષેત્રો (અન્ન પેટાકરવા માટેનાં) રહેતાં અને તે પછીથી તેમની બહારની બાજુએ બધાની સહિયારી માલિકીનું ચરિયાણ મેદાન રાખવામાં આવતું હતું.
આજની જેમ જ એ વખતે પણ કૃષિ એ તે લોકોનો મુખ્ય આધાર હતો અને તેઓ તેની ઉપર અવલંબિત રહેતા. આ કૃષિક્ષેત્રો કોઈ એક ભિખુના થીગડાંવાળા ઝભ્ભાને મળતાં આવતાં હતાં અને તેમના દ્વારા લોકોની આવશ્યકતાઓ સંતોષાય તેના કરતાં પણ અધિક મળતર તેમાંથી પેદા થતું.
જોકે અર્વાચીન સમયની જેમ પશુઆહાર વિકાસ પામેલો ન હતો તેમજ કૃષિ અને અન્ય ઉદેશો માટે પશુઓની અગત્ય ઓછી આંકવામાં આવતી ન હતી. પશુઓને ધનવાન લોકોની કિંમતી મિલકત ગણવામાં આવતી હતી.
જનપદવાસીઓની સામાન્ય માલિકીનું ચરિયાણ મેદાન રાખવામાં આવતું કે જ્યાં એક ગોપાલકની દેખરેખ હેઠળ પશુઓને મોકલવામાં આવતાં. “આ (ગોપાલક) એક અગત્યની વ્યક્તિ ગણાતી અને તેને તેના તાબામાં રહેલા પ્રત્યેક પ્રાણીના સામાન્ય દેખાવ તેમજ તેમની નિશાનીઓની જાણકાર વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવતો હતો. તે તેમની ઉપરથી
-
૨
-