________________
વધારતા, (મોટું બનાવતા), પરંતુ લગ્નને લાગે વળગે છે ત્યાં સુધી તેઓ ઉમદા કુળની જાળવણીની બાબતમાં અત્યંત ચુસ્ત હતા. કોઈ મિશ્રણને નિવારવા માટે તેઓમાં એવો રિવાજ હતો કે કન્યા પિતૃપક્ષે સાત પેઢી અને માતૃપક્ષે સાત પેઢી સુધી શુદ્ધ મિશ્રણ કે ભેળસેળ વગરની) હોવી જોઈએ. કોઈપણ વ્યક્તિ ચાંડાલ સાથે ભોજન લેવાની ક્યારેય હિંમત કરી શકતી નહિ. આનંદનું ચાંડાલિકાના હાથે પાણી પીવાનું કાર્ય એ ખાસ કરીને પરાક્રમી કાર્ય તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે.
ટૂંકસાર રૂપે કોઈ એમ કહી શકે કે આંતર વર્ગીય લગ્નોના બનાવો એજ રીતે અનાવશ્યક ગણાતા હતા કે જે રીતે વ્યવસાયની ફેરબદલીના બનાવો (અનાવશ્યક) ગણાતા હતા અને તેથી જ સામાન્ય રીતે આવા બનાવો બનતા નહિ. એક વિદ્વાન લેખકે અત્યંત સુંદર રીતે રજૂઆત કરી છે કે આવી હદની નિશાની અત્યંત ચુસ્ત રીતે દોરવામાં આવેલી ન હતી તેમ છતાં આપણે એમ પણ માની લેવાની જરૂર નથી કે સમાજની એવી સ્થિતિ હતી કે આવી હદ દર્શાવતી રેખા બિલકુલ ન હતી, કિન્તુ હકારાત્મક અને નકારાત્મક બળો વચ્ચે અવિરત સંઘર્ષ ચાલતો હતો.
જો આપણે જનપદ પરથી નગર ઉપર આવીએ તો પણ વિચારસરણીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળતો નથી. ઉપલક દૃષ્ટિથી જોનારને બાહ્ય પરિસ્થિતિઓમાં ફેરફાર જોવા મળશે. તેને તો બંનેની પરિસ્થિતિઓ સમાન જ લાગશે. (ગામડાનાં નાનું ઝૂપડાંને બદલે (નગરોમાં) સીધેસીધાં ચૌટામાં કે શેરીમાં પડતી બારીઓવાળાં મોટાં મકાનો જોવા મળતાં. આ મકાનો સાદાં કે સુશોભન કર્યા વગરનાં ન હતાં.
આ મકાનોમાં પ્રવેશકની ગરજ સારતા એવા મોટા દરવાજા રહેતા. (તેની) જમણી અને ડાબી બાજુએ તિજોરી અને અન્નભંડાર રહેતો. ભોંયતળિયે ઓરડાઓ સાથેનું આંગણું કે ચોગાન રહેતું અને આ ઓરડાઓની ઉપર મોટી અગાશી રહેતી જેને રોવા તરીકે ઓળખવામાં આવતી. આ રોલ્લા અને ઓરડાઓની વચ્ચે (માલિકના) ખિસ્સાને પરવડે તેમજ તેના હોદ્દાને અનુરૂપ હોય એટલી સંખ્યામાં માળ રહેતા. સાત માળની ઈમારતોની પણ એ સમયમાં) કોઈ નવાઈ નહોતી.
વ્યક્તિગત માલિકીનાં મકાનો ઉપરાંત કેટલાક લોકોની મજિયારી
-
૪
-