________________
હીનમાં પણ હીન જાતિ એ દૃસ્યુઓ (Slaves)ના નામથી ઓળખાતી. સારણીના સ્વરૂપમાં નીચે મુજબ પ્રજાના વિવિધ વર્ગોની યાદી દર્શાવવામાં આવી છે.
ક્ષત્રિયો
બ્રાહ્મણો
વૈશ્યો
ચાંડાલો
દસ્યુઓ
1
2
4
5
હવે આપણે આ અંગેની વધુ વિગતો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણને (અગાઉ) જણાવવામાં આવ્યું છે કે પાંચમો વર્ગ મોટેભાગે ગૃહસેવકોની બનેલો હતો અને તેમની તરફ ખરાબ વર્તન કરવામાં આવતું ન હતું.
શુદ્રો
3
જોકે (ઉપરોક્ત વર્ગો વચ્ચે) એવા જલાભેદ્યા વિભાગો નહોતા. આ વર્ગો વચ્ચેની વાડમાંથી એક્બીજામાં પ્રવેશ કરવો એ મુશ્કેલ હોવા છતાં સર્વથા અશક્ય ન હતો, એક વર્ગમાંથી બીજા વર્ગમાં ફેરફારો શક્ય હતા અને આવા ફેરફારો વારંવાર થતા નહીં હોવા છતાં સર્વથા અસમાન્ય પણ નહોતાં. આવા શ્રેણીબદ્ધ ફેરફરો Journal of Royal Asiatic Society - P. 868માં આપવામાં આવ્યા છે.
1 એવી શંકા ઉદ્ભવે છે કે હકીકતમાં ક્ષત્રિયોની વાસ્તવિક શ્રેષ્ઠતા હતી કે કેમ ? જેને પરિણામે જૈનોને મહાવીરના ગર્ભને બ્રાહ્મણીના ગર્ભાશયમાંથી બહાર કાઢીને ક્ષત્રિયાણી ગર્ભાશયમાં ફેરબદલી કરવા માટે લલચાવ્યા. અથવા તો એવી શ્રેષ્ઠતા સ્થાપિત કરવા માટેનો આ માત્ર એક પ્રયત્ન જ હતો ? - વ્યક્તિગત રીતે હું આ બંને પૈકીની પાછળની હકીકતમાં માનું છું.
1
Dialogues of Buddha, P. 101 : Quoted by Rhyus Davids P. 56-57
(1) એક ક્ષત્રિય એક રાજાનો પુત્ર કુંભકાર કન્યા સાથે, ટોપલી બનાવનાર કન્યા સાથે કે કોઈ માળીની કન્યા સાથે અને રસોઈયાની કન્યા સાથે પ્રેમના કિસ્સામાં સંડોવાયેલો હોય છે અને જો તેનું આ કાર્ય જાહેર થાય છે ત્યારે એક પણ શબ્દના ઉમેરણ સિવાય તે પોતાની જ્ઞાતિમાંથી બહાર થઈ જાય છે. (2) એક અન્ય રાજકુમાર (આવી જ બાબતમાં) પોતાની ભગિનીની તરફેણ કરે તો તે પોતાનું રાજ્ય ગુમાવે છે અને રખડતો
~૨૨૨૦