________________
જોવા મળતી.
મહાનગરોમાં સિપાઈઓનું ખાસ દળ રહેતું. તેઓ ખાસ પ્રકારનું શિરત્રાણ પહેરવાનું પસંદ કરતા. જે તેમને અન્યોથી અલગ પાડતું.
એ તદ્દન સંભવિત છે કે આવાં સર્વે સ્થળોએ ઊતરતા દરજ્જાના એકસમાન સેવકોનાં જૂથ રાખવામાં આવતાં. આવા પ્રત્યેક જનપદમાં એક મુખિયા રાખવામાં આવતો, જે જનપદને નગરો સાથે જોડતી કડી તરીકેની કામગીરી બજાવતો. તે લોકોમાંથી ચૂંટવામાં આવેલો જવાબદાર એવો પ્રતિનિધિ હતો. (આવી વ્યક્તિ રાજ્ય દ્વારા નિયુક્ત કરવામાં આવતી હતી એવું સાબિત થયું નથી. આ હોદ્દો મોટે ભાગે વંશપરંપરાગત રહેતો) કે જે રાજ્ય સાથે સંકળાયેલાં સર્વે કાર્યો કરવાની તેમજ (જનપદના) લોકોનાં કાર્યોની રાજ્યમાં રજૂઆત કરતો. ફક્ત થોડાક કરની ચુકવણીના બદલામાં રાજા દરેક પ્રકારની વિદેશ દખલની સામે જનપદવાસીઓને રક્ષણ પૂરું પાડતો.
એકંદરે જનપદાવાસીઓ (આ વ્યવસ્થા બાબતે) તદ્દન સંતુષ્ટ હતા અને તેમના સમૂહ તરફથી ફરિયાદનું ખાસ કારણ ન રહેતું. નાના જનપદનો સમાજ દેખીતી રીતે અવિભાજ્ય અસ્તિત્વ ધરાવતો હોવા છતાં તે અલગઅલગ સર્વે ભૂમિના લોકોનું વિચિત્ર જોડાણ હતું અને જો કોઈ બાબત તેમનામાં ગરબડ પેદા કરતી હોય તો તે તેમણે જાતે પેદા કરેલી માન્યતાઓ અને રીતવિરાજો હતા.
જ્યારે આર્યો (ઉત્તર દિશામાંથી) નીચે આવ્યા, ત્યારે તેમણે કાંઈ (આ દેશમાં) રિક્તતાની પૂર્તિ કરી ન હતી, કિંતુ તેઓ અગાઉથી અહીં અસ્તિત્વ ધરાવતા (વસવાટ કરતા), અત્યંત સુવ્યવસ્થિત સામાજિક માળખું, સંસ્થાઓ અને આદર્શો ધરાવતા એવા લોકો વચ્ચે થઈને આવ્યા હતા કે જેમને ખરા દિલથી કરેલા પ્રયત્નો દ્વારા પણ તદ્દન નાબૂદ કરી શકાય તેમ ન હતા તેમજ તેઓ વિજેતાઓ પર પણ અસર કરવાની ક્ષમતા ધરાવતા હતા. આ સમય એ બે જાતિઓની આંતરપ્રક્રિયાનો ગાળો હતો. એકબાજુ આર્યો હતા કે જેઓ તેમના ઊજળા વર્ણ અંગે ગર્વ ધરાવતા હતા, તો બીજીબાજુ શ્યામ વર્ણના આર્યો પૂર્વેના વસાહતીઓ હતા અને આ જ બાબતે માનવી માનવી વચ્ચે અલગાવ અને ભેદભાવ જન્મ્યા. આ ભેદભાવ
૦૨૨૦૦