________________
ધરાવતા હતાં (સ્વનિર્ભર હતાં) અને બહારના કોઈ પણ સંબંધોથી પર અને લગભગ સ્વતંત્ર હતા, અન્ય કશું ન ટકી શકે એવી પરિસ્થિતિમાં પણ તેઓ ટકી શકે એવાં હતાં. ક્રાંતિઓ પછી ક્રાંતિઓ થતી રહે તો પણ આ જનપદો વંશ પરંપરાગત અપરિવર્તનશીલ રહેતાં. 1 Report of the select committee of House of Common 1832
quoted by Elphinstone
કેટલીક બાબતોમાં આ બધાં જ જનપદો એક સમાન હતાં. મોટેભાગે બધાં જ ઘરો સાંકડી ગલીઓથી અલગ પડતાં. એક ઘર પછી તરત જ બહુજ જૂના વખતનાં વૃક્ષોની વનરાજિ ઊભેલી હતી. તેનાથી આગળ (ઘરો પૂરા થાય પછી) પાક ઉગાડેલાં સંવર્ધિત પહોળાં વિશાળ ક્ષેત્રો હતાં, જેમાં મોટે ભાગે ચોખાનાં ખેતરો હતાં અને પ્રત્યેક જનપદને પશુઓને ચરવા માટેનું ગોચર હતું અને તે પછી ગણનાપાત્ર વિસ્તારમાં અરણ્ય આવતું જેના ઉપર (આજુબાજુનાં) જનપદોનો કાષ્ટ અને ખડ લેવા માટેનો સમાન અધિકાર રહેતો. આ અરણ્યનો વિસ્તાર એ (આસપાસનાં) બધાં જ જનપદોની મજિયારી મિલકત ગણાતી અને ત્યાં તેઓ પોતાનાં પશુઓને કોઈ એક જેને તે વખતે રખેવાળ કે ગોપાલક કહેવામાં આવતો હતો તેની દેખરેખ હેઠળ ચરવા માટે મોકલતા. - મુખ્ય નગરોમાં એ વખતે પણ ન્યાયના વહીવટીતંત્રી વ્યવસ્થા અત્યંત વધારે પ્રમાણમાં વિકસેલી હતી. તેમાં પણ ન્યાયાધીશો, વકીલો, નીમાયેલા વકીલોના ગુમાસ્તાઓ, કાયદાનાં સૂત્રો, આઠેય જાતિઓના પ્રતિનિધિઓનું બનેલું કાર્યવાહક મંડળ, અમલદાર, નાયબ એલચી અને એલચી પોતે એમ હોદેદારો રહેતા.1
તેમાંના પ્રત્યેકને (આરોપીને) નિર્દોષ જાહેર કરવાની સત્તા રહેતી, કિંતુ કોઈને ગુનેગાર ઠરાવવા માટે ઉપરી અધિકારીના સંદર્ભની આવશ્યકતા રહેતી.
જેમ્સ અલ્વીસ તેના Introduction to Pali Grammar નામના ગ્રંથમાં કાયદેસરના પૂર્વજો અંગેના પુસ્તકનો સંદર્ભ આપે છે.
પરંતુ આવી અટપટી કાનૂની પ્રથા આપણે જેનું અગાઉ વર્ણન કર્યું છે તેવાં જનપદોમાં ન હતી. તે તો કેવળ કેટલાંક સુવિકસિત મહાનગરો
- ૨૧૯ -