________________
સ્વભાવે કઠોર, બરછટ, ક્રૂર અને લશ્કરી મિજાજવાળા, શસ્ત્રોના ઉપયોગમાં પારંગત અને દર્શનશાસ્ત્રમાં ઓછો રસ ધરાવતા હતા.
તેમની એકતા એ તેમનું અસામાન્ય વિશિષ્ટ લક્ષણ હતું. ઉપરાંત તેઓ વીરપૂજામાં માનતા તેમજ ધર્મ વિશે ઉચ્ચ આદરની લાગણી ધરાવતા
હતા.
તે સમયમાં શાક્યો અગત્યની જાતિ ગણાતા હતા અને તેમની જાતિમાં ધર્મોપદેશકે જન્મ લીધો હતો તેની મહાનતા ઉપર તેમના મહત્ત્વનો આધાર હતો. તેમને તેમના કુળનું ગૌરવ હતું, કિંતુ ઉપરોક્ત દંતકથા સામે તે વાત ટકી શકતી નથી. તેમને પોતાના વિશે ઊંચા ખ્યાલો હતા, અને આપણે જાણીએ છીએ કે તેમણે કેવી રીતે કોશલના રાજા પાસેદીની તેમના કુળની કન્યા સાથે લગ્ન કરવાની માગણીનો અસ્વીકાર કર્યો. તેમણે એક દાસીની કન્યા નામે વાસનતિયા ને તેની પાસે મોકલીને તેની સાથે ખોટી રમત તેઓ રમ્યા. આ સંલગ્નતાને પરિણામે વિધુભનામનો એક પુત્ર જન્મ્યો, જેણે તેમની પર આનો બદલો લીધો અને વિનાશક રીતે તેમને કચડી નાખ્યા. 1 Anguttara Nikaya; Panchami Nipata 2 यत्र नार्थस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । 3 394 LYSTBE78217 - Description of Liccharis
વિવિધ કુળો, તેમની ઉત્પત્તિ અને વિશેષ શક્તિઓ તેમજ તેમનાં વલણો અંગેનો કંઈક ખ્યાલ મેળવ્યા પછી હવે આપણે તે સમયના સામાજિક માળખાની તપાસ કરવાનો પ્રયત્ન કરીશું. એ વખતના લોકો ના જીવન ઉપર અસર કરનારી પરિસ્થિતિઓ અને રીતરિવાજો વિશે જાણવું પણ અત્રે આવશ્યક છે. | સામાજિક પરિસ્થિતિઓ : એ યાદ રાખવું જોઈએ કે આજની જેમ એ વખતે પણ ભારત એ ગામડાઓની (જનપદોની) ભૂમિ હતી. નગરો બહુજ થોડાં હતા જે જનપદોનો સમૂહ એકબાજાની નજીક આવીને ભળી જવાથી બનેલાં હતાં અને નગરો એકબાજાથી ઘણાં દૂર હતાં.
આબોહવા : ભારતીયોની કહેવાતી લઘુ ગ્રંથિનો સંતોષકારક ખૂલાસો કરવા માટેનો પ્રયત્ન આ ઉષ્ણ મેદાનોની પ્રાદેશિક ઉષ્ણતા (ગરમી)
- ૨૧
-