________________
વ્યાયામ પૂર્ણ કરી લેતા હતા એ રીતે તેમના વિશે વર્ણવવામાં આવેલું છે. લિચ્છવીઓ વહેલી પરોઢે શસ્ત્રોના ઉપયોગ અંગેના તેમના પાઠો ભણી લેતા અને આ ઉદેશ્ય માટે તેઓ વ્યાયામશાળામાં જતા. ત્યાં તેઓ શાસ્ત્રોના ઉપયોગ અંગેનું સૈદ્ધાંતિક અને મહાવરો કરવાનું જ્ઞાન મેળવી લેતા અને તત્પશ્ચાત તેઓ સવારનું દૂધ લેતા અને પછી ફરીવાર તેઓ અભ્યાસ અને મહાવરો ચાલુ રાખતા. તેઓ તેમનું સવારનું ખાણું લીધા પછી અલ્પ નિદ્રા લેતા અને તેમનો અભ્યાસ ફરીથી ચાલુ રાખતા. સાંજે તેમના પાઠો મુખપાઠ કરતા કરતા, તેમના ઘરે જતા. રાત્રે તેઓ કાષ્ઠના ટોલકા ઉપર તેમના મસ્તક ટેકવીને આરામ કરતા અને નિદ્રા લેતા અને પછીના દિવસે વહેલી પરોઢે તેઓ એ જ નિત્ય ક્રમ ફરીથી શરૂ કરતા. આવી અતિ ઉદ્યમી કઠિન જિંદગી જીવીને તેઓ ધનુષ્ય અને બાણના ઉપયોગમાં પારંગત બની જતા.
એક વધુ વર્ણન પણ મળી આવે છે જે આપણને આ લિચ્છવીઓ અંગેની વિશેષ માહિતી આપે છે. એકવાર બુદ્ધ વૈશાલીની કોઈ એક વૃક્ષરાજિમાં ઉપસ્થિત હતા ત્યારે કેટલાક લિચ્છાવીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે તેમનાં ધનુષ્ય અને બાણ નીચે ફેંકી દીધા અને તેમના સ્વોનેને બાજુએ રાખીને બુદ્ધની પાસે આવ્યા અને તેમને પ્રણામ કરીને તેમની સમીપ આસન ગ્રહણ કર્યું.
મહાનામા નામનો એક લિચ્છવી કે જેણે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું અને નવાઈ પામીને બોલી ઊઠ્યો, “આશ્ચર્ય, આશ્ચર્ય !” તેને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે વાતનો આ રીતે પ્રત્યુત્તર આપ્યો,
આદરણીય ભાઈસાહેબ, આ લિચ્છવીઓ બરછટ, ક્રૂર અને દુષ્ટ બુદ્ધિવાળા છે. બક્ષિસના સ્વરૂપમાં તેઓ જે કંઈ મેળવે છે તેનો થોડોક ભાગ તેઓ ખાય પીએ છે અને તેમના સ્ત્રી સમુદાય માટે તેનો કેવળ અંશ માત્ર પણ છોડતા નથી અને સૌથી ખરાબ બાબત તો એ છે કે તેઓ તિરસ્કારપૂર્વક (શેષ ભાગ) તેમની તરફ ફેંકે છે.2 આવા લોકોને આપે વશ કર્યા છે અને આજ બાબતથી મને આશ્ચર્ય થયું છે.”
સ્ત્રી સમુદાય માટેનો આદર એ સંસ્કૃતિના પ્રગતિશીલ સોપાનની નિશાની છે, કિંતુ ઉપરોક્ત વર્ણન તદન સ્પષ્ટ કરે છે કે લિચ્છવીઓ એક જાતિ તરીકે તેમના સ્ત્રીસમુદાય પ્રત્યેના આદરથી વિમુખ હતા. તેઓ
- ૨૧૬