________________
વૃદ્ધ થયો ત્યારે તેણે એક યુવાન કન્યા સાથે લગ્ન કર્યા. તેનાથી રાજાને એક પુત્ર થયો અને રાજા તેનાથી એટલો બધો મોહિત થયેલો હતો કે તેણે તેણીના પુત્રને દેખીતી રીતે જ અન્ય સર્વે (રાજકુમારો)ને રદબાતલ કરી તેને પોતાનો વારસ ઘોષિત કર્યો. ચાર વડીલ બંધુઓ તેમની પાંચ ભગિનીઓ સાથે ઘર છોડીને ચાલી નીકળ્યા. તેઓ નાબિનમાં આવ્યા અને ત્યાં વસાહત સ્થાપી જેનું નામ કપિલા આપ્યું.'
સૌથી જ્યેષ્ઠ ભગિનીને અપવાદ ગણી રાજમાતા તરીકે ઘોષિત કરી અને કપિલા નગરીના અનુમોદનથી તેમણે પોતાની ભગિનીઓ સાથે જ પ્રભુતામાં પગલાં પાડ્યાં.
પ્રસિદ્ધ મહાકાવ્ય અને પ્રસ્તુત દંતકથાઓ વચ્ચેના સામ્ય વિશે ભાગ્યે જ કોઈનું ધ્યાન ન જાય, વાસ્તવમાં એક વિદ્વાન પંડિતે પ્રસ્તુત દંતકથા અને રામના વનવાસ વચ્ચે ચોક્કસ સંબંધ દર્શાવ્યો છે.2 1 Hardy's Manual of Buddhism - P-130. Mahavamsa Tika
quoted by Turner · P-35 2 Prof. Weber - On Ramayana - translated by Boyd 1873.
ત્યારપછી એક દિવસ રાજમાતા પ્રિયા કુષ્ટરોગનો ભોગ બની, તેણીને રોહિણી નદીની બીજી બાજુ લઈ જવામાં આવી. તેણે એક ગુફાને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. એજ વખતે વારાણસીનો રાજા કે જેનું નામ રામ હતું અને જે એ જ રોગનો ભોગ બનેલો હતો તે ત્યાં આવ્યો. એકવાર
જ્યારે પ્રિયા ઉપર એક વાઘ આક્રમણ કર્યું ત્યારે તે રામે તેને બચાવી અને તેણીને પોતાની કંદરામાં લઈ ગયો. તેણે તેને (રોગમાંથી) સાજી કરીને તેની સાથે લગ્ન કર્યા. કોલિવૃક્ષની તે ગુપ્ત જગ્યામાં તેણે અનેક પુત્રોને જન્મ આપ્યો અને તે સર્વે કોલિ રાજકુમારો તરીકે ઓળખાયાં.1
શાક્યો ઉપરાંત અન્ય બે અગત્યનાં કુળો કે જેમની વિશે આપણે કંઈક જાણીએ છીએ તે વૈશાલીના લિચ્છવીઓ અને મિથિલાના વિદેહીઓ છે. તેઓએ અન્ય છ કુળો સાથે મળીને વૈજ્યનો નો રાષ્ટ્રસંઘ બનાવ્યો હતો. લિચ્છવીઓ અને વિદેહીઓ તેમના મિત્ર શાક્યોની જેમજ અભિમાની અને ગર્વિષ્ઠ સ્વભાવના હતા. તેઓ વહેલી પરોઢે તેમનો વ્યાયામ કરતા હતા અને મહાવીરના પિતાશ્રી જ્યોતિષીઓને મળે તેની પહેલાં તેમનો
- ૨૧૫ -