________________
પર બેસીને એમાંથી તેને પસંદ હોય એ રીતે આપણે દ્વન્દ્ર યુદ્ધ કરીએ અને તેના પરથી આપણે પરિણામ નક્કી કરીશું.
लणिओ रन्ना किं लोएण मारिएण ? तुज्झ मज्झ जुज्झ भवउ आसेहिं रह हत्थि पाएहिं वा जेण रुश्चइ तव ।
પ્રદ્યોત હારી ગયો અને તેને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યો અને તેના લલાટ ઉપર દાસીનો પતિ એવું શીર્ષક મુદ્રાંકિત કરવામાં આવ્યું
તત્પશ્ચાત્ ઉત્સવની ઉજવણી વખતે એમ વિચારીને ઉદયને તેને મુક્ત કર્યો કે, જ્યાં સુધી તે બંદીવાન હશે ત્યાં સુધી મારા ઉપવાસ શુદ્ધ થશે નહિ.”
કોશલ-કાશી, મગધ-અંગ લિચ્છવીઓ-અવંતી, કૌશાંબી, સિંધુસૌવિર જેવાં વિવિધ રાજ્યોનું તેમજ આ રાજ્યોના આંતરસંબંધો કે જેમના રાજાઓ પરસ્પર યુદ્ધમાં પ્રવૃત હતા તેમજ પરસ્પર લગ્ન સંબંધોથી બંધાયેલા હતા તે અંગેનું સંક્ષિપ્ત વિહંગાવલોકન આપણે કર્યું.
એક મુદ્દાની અવશ્ય નોંધ લેવી આવશ્યક છે કે મોટા ભાગના કિસ્સાઓમાં કાં તો યુદ્ધ લગ્નમાં પરિણમ્યું અથવા તો લગ્નનો નકાર યુદ્ધમાં પરિણમ્યો.
એક અન્ય બાબત પણ નોંધ પાત્ર છે કે “રાજા” એ શબ્દ કપિલા નગરીના શાક્યો કે વૈશાલીના લિચ્છવીઓ શ્રેષ્ઠ કોટિના બધા જ માનવીઓ માટે વપરાતો હતો અને તેનો અર્થ કેવળ ઊંચા કુળનો મનુષ્ય એથી વિશેષ કંઈજ ન હતો.
આપણે તત્કાલીન ભારતની સામાજિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરીએ તેની પહેલાં તે વખતે અસ્તિત્વ ધરાવતાં કેટલાંક કુળ (ગોત્રો)ની યાદી બનાવીએ. કેવી રીતે ચેતકની સાત પુત્રીઓ વિવિધ રાજાઓ સાથે પરણી અને આ રાજાઓ વચ્ચે ગાઢ સંબંધ પ્રસ્થાપિત થયો તેનું વિસ્મરણ કોઈથી થઈ શકે તેમ નથી. કુળ (ગોત્રો) અને રાષ્ટ્રો :
સાહિત્યિક દસ્તાવેજો કે જે આપણા આ મુદ્દા અંગેના અત્યંત અગત્યના મૂક સંદર્ભો છે તે આપણને કેવળ નામો આપવા સાથેની
- ૨૧૩ -