________________
તેઓ પોતાની જગ્યાએ પહોંચી શક્યા, વાળુલદત્તા (વાસવદત્તા) અને ઉદેણે સહિસલામત નગરમાં પ્રવેશ કર્યો અને એ રીતે તેમણે વિજય મેળવ્યો અને દબદબાપૂર્વક મહોત્સવ ઉજવી તેણીને રાણીનું પદ આપવામાં આવ્યું. (Vasavadatta - Bhaga Udena 7-10)
આ વાર્તા જાણીતી બની ગઈ છે અને સંસ્કૃતમાં તેના જેવી જ વાર્તા છે. આ રાજા (પ્રદ્યોત) વિશે અન્ય ઘણી કથાઓ છે, પરંતુ તેમાંની કેટલી કથાઓ સત્ય છે તેની કોઈને જાણકારી નથી, કિંતુ આપણને તેઓ એ હકીકત તરફ દોરી જાય છે કે ઉજ્જૈનનો પ્રદ્યોત અને કોશામ્બીનો ઉદેશ એ બંને સમકાલીન હતા. તેમણે પરસ્પર યુદ્ધો કર્યા હતા અને સાથે સાથે તેઓ પાછળથી લગ્નના સામાજિક સંબંધથી પણ જોડાયા હતા.
વિન્ડોલા-નામના એકખ્યાતનામ બૌદ્ધ સાધુચમત્કાર દર્શન કર્યા બાદ ઉદેણે પોતાને બૌદ્ધ અનુયાયી તરીકે જાહેર કર્યો હતો. બદામી કીડીઓનો રાફડો તેની સાથે બાંધીને તેને યાતના આપવામાં આવી તેનું સીધુ કારણ એ હતું કે જ્યારે પિંડોલાનું ધર્મપ્રવચન ચાલતું હતું ત્યારે તે ઊંઘતો હતો અને તેના અનુચરો તેને છોડીને ચાલ્યા ગયા હતા.
આપણને અગાઉ જણાવવામાં આવ્યું છે તદનુસાર ઉદેશને બોધિ નામનો એક પુત્ર હતો અને PVA- 141 અનુસાર તેણે બુદ્ધને બચાવી લીધા હતા. (BSt India Page 5-6-7, Jat 4.875)
પજ્યોત : પજ્યોત અંગે કેટલીક વધુ કથાઓ પણ છે. ઉજ્જૈનનો રાજા પ્રદ્યોત અવિરત પણે યુદ્ધમાં રોકાયેલો રહેતો હતો અને તેના નગરને નસીબના ભરોસે છોડતો હતો. આ બધાં યુદ્ધોમાં તેના ક્રૂર સ્વભાવને કારણે તેની પર આક્રમણો થતાં હતાં. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરનું દેવેન્દ્રનું ભાષ્ય કાંડિલ્ય નામના નગરના રાજા જગ-જે પાછળથી દોમુહા તરીકે જાણીતો થયો - સાથે કેવી રીતે યુદ્ધમાં ઊતર્યો હતો તેની કથા આપણને કહે છે.
યુદ્ધનું કારણ પજ્યોતનો લોલુપ સ્વભાવ હતો. તેને દોસુહાના રાજમટની ઈર્ષા આવી હતી. એવું કહેવાય છે કે જે વ્યક્તિ તે રાજમુકુટ પહેરે તેને બે ચહેરા દેખાય પજ્યોતે તેની માંગણી કરી, કિન્તુ તેને શીઘ પ્રત્યુત્તર મળ્યો કે જો તે શ્રેષ્ઠ નિલગીરી રથ એવો જ શ્રેષ્ઠ અગ્નિભીરું રથ, પારંગત લહિયો અને છેલ્લે તેની પોતાની પત્ની આ બધું જો તે તેને
- ૨૧૧ -