________________
અનુક્રમણિકા પૂરી પાડે છે. તે અંગેની વિગતો સંપૂર્ણપણે આવશ્યક છે અને લભ્ય માહિતી કેવળ અપૂરતી છે, એટલું જ નહિ, કિંતુ વેરવિખેર પડેલી છે.
દસ ગોત્રો નો નિર્દેશ નીચે મુજબ છે. (1) કપિલવસ્તુના શાક્યો (2) અલકપ્યા બુલિસ (3) સુમસુમાર પર્વતના ભગ્ગો (4) કેશાપુત્તના કલામો (5) રામા-ગામાના કોલેજો (6) કુશી નાવાના મલ્લો (7) પાવાના મલ્લો (8) પિપ્પલીવનના મોનીજો (9) મિથિલાના વિદેહો (10) વૈશાલીના લિચ્છવીઓ
પ્રસ્તુત સર્વે એવાં કુળો છે કે જે કોઈ રાજાશાહી રાજ અમલ નીચે નહોતાં. છૂટી છવાઈ થોડીક હકીકતો સિવાય કુળો અંગે આપણે વિશેષ કંઈજ જાણતા નથી. તેઓ અંગે બુદ્ધના ભૂતકાલીન સ્મારક અવશેષોના પ્રસારમાંથી જ જાણવા મળે છે.
આધારકાલામ નામનો બુદ્ધનો એક લબ્ધ પ્રતિષ્ઠ ઉપદેશક ઉપરોક્ત યાદી પૈકીની ચોથી જાતિ કિશપુરના કલામો)નો હતો.
આલ્લકપ્યાના બૌદ્ધો એ આપણા માટે કોઈ વિશેષ માહિતીના અભાવવાળું વિચિત્ર નામ છે અને એ જ રીતે સુમસુમારા પર્વતના ભગ્ગો વિશે પણ છે. જો કે કોલિયા વિશે આપણી પાસે થોડાક પ્રમાણમાં માહિતી છે અને એમ કહેવાય છે કે બુદ્ધની માતા આવાં જ કોઈક કોલિયન સરદારની પુત્રી હતાં. આ કુળના નામ અંગે એક રસપ્રદ વાર્તા છે જે આપણને આ અંગે કંઈક અનુબંધ પૂરો પાડે છે. તે આપણને કોલિઓ અને કપિલોકે શાક્યો એ બંને વચ્ચેના આંતરસંબંધો દર્શાવે છે.
પરંપરા બયાન કરે છે કે ઈવાકુ નામનો વિખ્યાત રાજા કોશલમાં રાજ્ય કરતો હતો અને તેને ચાર પુત્રો અને પાંચ પુત્રીઓ હતી. તે જ્યારે
- ૨૧૪ -