________________
ઉપર વધારે ભાર મૂકીને કરવામાં આવ્યો છે. પ્રારંભના દર્શનશાસ્ત્રીઓનો નિરાશાવાદ અને રાજકીય ઉત્સાહના અભાવને કારણે એવો આરોપ લગાવવામાં આવે છે શેકી નાખતી ગરમી તેમને નિર્બળ બનાવે છે. જેમને પ્રસ્તુત ભારતીય પ્રારંભિક સમયના ઇતિહાસનો જરાપણ ખ્યાલ છે તેનામાં ભારપૂર્વક વિધાયકપણે એવું કહેવાની પૂરતી હિંમત અવશ્ય હશે કે તે વખતે પણ ભારત બુદ્ધિયુક્ત વ્યવહાર-કુશળતા સમેત અત્યંત ઉમંગી હતું અને ગ્રીષ્મના સૂર્યનાં દઝાડનારાં કિરણો સામે ટકી શકાય તેમ ન હોવા છતાં ભારતીયો આખો દિવસ ઘરની અંદર કે બહાર તેમના વ્યવસાયના આવશ્યકતાને અનુરૂપ સખત કામ કરવા માટે ટેવાઈ ગયા હતા કેવળ કૃષિ ઉપર આધાર રાખનાર બહુમતી લોકો કે જેમને માટે વર્ષાઋતુ સિવાય (અન્ય ઋતુમાં) કોઈ જ કામ હોતું નથી તેઓ પણ એક કે બીજું કોઈ પણ કામ શોધી કાઢે છે અને આળસુ બની રહેવાનો ઈન્કાર કરે છે.
એવા કેટલાક લોકો કે જેઓ સ્વાભાવિક અને અપેક્ષિત બાબતોમાં યુરોપિયનોની શ્રેષ્ઠતામાં માને છે, તેને તોએ તેમના માંસાહારી આહારનું પરિણામ છે એમ માને છે. આદિ આર્યોનો શાકાહારી આહાર અને સંસ્કૃત આદિવાસીઓ સાથેનો તેમનો સંપર્ક પણ તુલનામાં તેમની લઘુતાના કારણને સમર્થન આપે છે. આપણા પોતાના ભૂતકાળના અને વર્તમાનના પણ ઈતિહાસના પ્રકાશમાં આવા અભિપ્રાયને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાનું અને તેનો પ્રત્યુત્તર વાળવાનું એ આવશ્યકતા વિહીન અને અર્થહીન છે.
પ્રારંભનું એશિયા વિશેનું પ્રકાશિત થયેલું જ્ઞાન એ એટલો બધો સ્પષ્ટ મુદ્દો છે કે તેને સાબિતીની કોઈ જ આવશ્યકતા નથી. જો કે એમ કહેવું જોઈએ કે સૂર્ય હંમેશાં પૂર્વમાં ઊગે છે એના જેટલી જ આ પણ સત્ય હકીકત છે.
હવે આપણે જનપદ આયોજન નગર આયોજન, વહીવટી વ્યવસ્થા, ન્યાય અંગેનો જનપદની અને સાથે સાથે નગરની જનતાની માન્યતાઓ અને રીતરિવાજો અને સામાન્ય સામાજિક પરિસ્થિતિઓને અભ્યાસનો મુદ્દો બનાવીશું.'
જનપદો : આ જનપદો નાનકડાં સ્વસત્તાશીલ અને ઘણું કરીને સ્વનિર્ભર એવાં પ્રજાસત્તાકો હતાં. આ જનપદોની સમિતિઓ એ નાનાં પ્રજાસત્તાકો હતાં કે જે તેમની લગભગ સર્વે આંતરિક આવશ્યકતાઓ