________________
પછીથી વિકસીને જુદી જુદી જ્ઞાતિઓમાં પરિણમ્યો, પરંતુ તેની પહેલાં તે મૂળભૂત રીતે જુદા વર્ગોના તફાવતોમાં પરિણમ્યો અને તેમાંથી વર્ણાશ્રમ નામે ઓળખાતી પ્રથાનો જન્મ થયો. તદનુસાર આર્યોની (સ્થાનિક) શ્યામ વર્ણ ધરાવતા સર્વે વસાહતીઓને ઉતરતી કક્ષાના અને સુંદર વર્ણ ધરાવનારાઓને (આર્યોને) મોભાદાર-પ્રતિષ્ઠિત ગણવામાં આવ્યા. આ (કહેવાતા) નીચા કુળના આર્યોને શુદ્ર તરીકે વર્ણવવામાં આવ્યા અને તેઓ હસ્તકૌશલ્યનાં તેમજ સેવાચાકરીનાં કાર્યોમાં પ્રવૃત્ત થયા.
કિન્તુ ઊજળો વર્ણ ધ૨ાવનારાઓ પણ આંતરિક રીતે વિભાજિત થયા. તેઓ ક્ષત્રિયો, બ્રાહ્મણો અને વૈશ્યો તરીકે ઓળખાયા. વૈશ્યોને પ્રથમ બે (ક્ષત્રિયો અને બ્રાહ્મણો) કરતાં ઊતરતા ગણવામાં આવે અને તેઓ વ્યાપાર અને કૃષિમાં પ્રવૃત્ત થયા. કૃષિકારો આ તૃતીય વર્ણના અંશરૂપ બન્યા.
તૃતીય અને ચતુર્થ સ્થાન જેટલું સરળતાથી નિશ્ચિત થયું એટલું પ્રથમ અને દ્વિતીય સ્થાન નિશ્ચિત કરવું સરળ ન હતું. બ્રાહ્મણો અને ક્ષત્રિયો બંનેએ ઉમદા કુળ તરીકેનો પોતાનો દાવો રજૂ કર્યો અને શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવા માટે તેઓમાં પરસ્પર સ્પર્ધા થઈ.
જોકે સમયની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે અને આંશિક રીતે બુદ્ધ અને મહાવીરના ક્ષત્રિકુળમાં થયેલાં જન્મને પરિણામે ક્ષત્રિયોને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા. તેમનાં કાર્યક્ષેત્રો સાવ અલગ હતાં. એક વર્ગ શારીરિક સમૃદ્ધિને આગળ કરીને અને દ્વિતીય વર્ગ માનસિક સમૃદ્ધિને આગળ તરીકે પોતપોતાની શ્રેષ્ઠતાનો દાવો કરવા માંજ્યા. અમીર ઉમરાવો તરીકે સકળ વિદેશી આક્રમણો સામે પ્રજાનું રક્ષણ પૂરું પાડવાની તૈયારી દર્શાવવાનો બોજ ક્ષત્રિયો ઉપર આવ્યો અને સર્વે ધર્મવિષયક સમારંભોમાં પુરોહિત તરીકેનું કાર્ય કરવા માટે કર્તવ્યબદ્ધ બન્યા. લોકો તેને (પુરોહિ)ને તેની કિંમત પૂરી પાડતા અને તેનું કર્તવ્ય પ્રજાને જ્ઞાન આપવાનું રહેતું.
બાકીની હીન જાતિઓ : કિન્તુ વાતનો અહીં અંત આવતો નથી. ઉપરોક્ત ચાર વર્ણો શુદ્રોની નીચલી જાતિઓ અસ્તિત્વ ધરાવતી હતી. આ જૂથમાં સમાવિષ્ટ જે લોકો હતા તેઓમાં પારધીઓ (Bird Catchers), શક્ય સર્જકો અને અન્ય હતા અને તેમનાથી પણ હીન જાતિના ચંડાલો જેઓનો ઉપરોક્ત હીન જાતિઓ પણ તિરસ્કાર કરતી હતી અને
હતી
~૨૨૧ -