________________
તે તેના અનુચરોથી છૂટો પડી ગયો ત્યારે તેને બંદી બનાવવામાં આવ્યો.
ઉદેશ હસ્તિને વશ કરવાનો મોહિની મંત્ર જાણતો હતો અને જો તે પોતાને શીખવશે તો તે તેને તેના બદલામાં તેની જિંદગી અને સ્વાતંત્ર્ય પ્રદાન કરશે એવો પ્રદ્યોતે પ્રસ્તાવ મૂક્યો. જો તેને યોગ્ય આદર આપવામાં આવશે તો તે તેને શીખવશે એમ ઉદેણે કહ્યું. પ્રદ્યોતે એમ કરવાની ના પાડી, તેથી ઉદેણે પોતાની જિંદગીના બદલામાં પણ તે તેને શીખવવાની ના પાડી અને બહાદુરીપૂર્વક ઉત્તર આપ્યો, “તું મારા દેહનો (અત્યારે) માલિક છે, પરંતુ મારા દિલનો નહિ.”
પ્રદ્યોતે યુક્તિ રચી. તેણે ઉદેણને પૂછ્યું કે કોઈ તેને પ્રણામ કરે (આદર આપે) તો તેને તે શીખવશે કે કેમ ! અને જ્યારે તેને તેનો ઉત્તર હકારમાં મળ્યો ત્યારે તેણે પોતાની પુત્રીને જાણ કરી કે આ વામન (હસ્તિને વશ કરવાનો મોહિની મંત્ર જાણે છે (જે તેણે તેની પાસેથી શીખી લેવાનો છે.) તેણે ઉદેશને ખોટું ખોટું એમ પણ કહ્યું કે તેણે પડદા પાછળ રહેલી પીઠમાં ખંધવાળી વ્યક્તિને શીખવવાનું છે. પરંતુ થોડા જ સમયમાં આ પ્રયુક્તિ ખુલ્લી પડી ગઈ. કારણ કે એક દિવસ ઉદેણે અધીરતાથી તેના શિષ્યને જાડા હોઠવાળા ખંધા વ્યક્તિ તરીકે સંબોધન કર્યું ત્યારે તેને પ્રત્યુત્તરમાં વામન તરીકે સંબોધવામાં આવ્યો. ઉદેણે પડદાની પાછળ એ પ્રમાણે જોયું કે જે મુજબ આપણને અગાઉ કહેવામાં આવ્યું હતું. વાસ્તવમાં પડદા પાછળ રાજા પ્રદ્યોતની પુત્રી હતી) તે દિવસે મોહિની મંત્રના અધ્યયનની પુનરાવર્તિત વરદાનોની આગળ કોઈ જ વાત થઈ નહીં.
તેમણે એક યોજના ઘડી અને એ મુજબ (રાજાની) કન્યાને શ્રેષ્ઠ હસ્તિ ઉપર બેસીને બહાર જવાની અનુમતિ પ્રાપ્ત થઈ.
ત્યારબાદ એક દિવસ જ્યારે તેણીના પિતા મોજની સહેલગાહે ગયા હતા, ત્યારે ઉદેશ થેલીઓમાં સુવર્ણરજ અને ઘન ભરીને તેણીની સાથે લગ્નની આકાંક્ષાથી તેણીને સાથે લઈ નાસી ગયો. પ્રદ્યોતને આ અંગે વિદિત કરવામાં આવ્યું. તેણે તેનો પીછો કરવા માટે માણસો મોકલ્યા. ઉદેશ સુવર્ણરજ (અને ધન)ની થેલીઓ ઢીલી કરી. (જથી આખા રસ્તે સુવર્ણરજ અને ધન ઢોળાય) તેમને અનુસરનારા લોકો તે (સુવર્ણરજ અને ઘન) એકત્ર કરવા માટે રોકાયા. તેણે આવુ બે ત્રણ વખત કર્યું અને તેને પરિણામે
- ૧૧૦