________________
કરી.
વર્ષાઋતુ પછી મહાવીર રાજગૃહ આવ્યા અને ગુણશીલ દેવાલયમાં મુકામ કર્યો. ગૌતમ ઈન્દ્રભૂતિએ તેમના સંપ્રદાયના વિશિષ્ટ કૌશલ્ય માગી લે એવા મુદ્દાઓના સ્પષ્ટીકરણ અંગે પૃચ્છા કરી. મહાવીરે તે અંગેનું વર્ણન કર્યું અને તેમની સમક્ષ જૈન ધર્મના સામાન્ય ભક્તજનો અને આજિવિકા સિદ્ધાંતો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો.' 17મી વર્ષાઋતુ : 30મું વર્ષ :
વર્ષાઋતુ દરમ્યાન મહાવીર રાજગૃહમાં રહ્યા. વર્ષાઋતુ પૂર્ણ થઈ કે તરત જ મહાવીર ચમ્પા તરફ ગયા અને ચમ્પાની પશ્ચિમ દિશામાં આવેલાં તેના એક પૃષ્ઠચમ્પા નામના ઉપનગરમાં નિવાસ કર્યો : શાલા અને મહાશાલાનું ધર્મપરિવર્તન :
મહાશાલા અને શાળા બંનેએ મહાવીરના ધર્મ પ્રવચનનું શ્રવણ ક્યું. મહાશાલા કે જે પૃષ્ઠચમ્પાનો રાજવી હતો તેણે તેના કનિષ્ઠ બંને રાજ્ય સ્વીકારવાની તેમજ તેને સંસારત્યાગ માટે રજા આપવાની વિનંતી કરી. પરંતુ તેના કનિષ્ઠ બંધુએ પણ મહાવીરને સાંભળ્યા હતા અને તેને પણ સંસારત્યાગ કરવાનું મન થયું હતું. તેથી તેણે તેની ભગિનીના પુત્ર ગાગલીને રાજગાદી ઉપર બેસાડ્યો અને તે બંનેએ મહાવીરની નિશ્રામાં સંસાર ત્યાગ કર્યો. (આ વખતે) ચમ્પામાં કામદેવ ઘટના બની.. .
મહાવીર ચપ્પાથી ચાલી નીકળ્યા અને દશાર્ણ ગયા. અહીં દશાર્ણભદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. તેણે મહાવીરનું અત્યંત ઠાઠમાઠ અને અદ્વિતીય ભવ્યતા સહિત સ્વાગત કર્યું, તે મહાવીરના દર્શને ગયો. તે પોતાની જાત વિશે ગર્વિષ્ટ હતો. કિંતુ તે મહાવીરને આદર આપવા માટે તેમની પાસે આવ્યો અને દેવોના પરમેશ્વરનો (મહાવીરનો) વૈભવ અને પ્રતાપે તેના ગર્વને નમ્રતામાં પરિવર્તિત કરી નાખ્યો. તેણે મહાવીર પાસેથી યતિજીવનની પ્રતિજ્ઞાઓ સ્વીકારી અને તેમના સંપ્રદાયમાં પોતે પ્રવેશ મેળવ્યો.
દશાર્ણપુરથી મહાવીર વિદેહ આવ્યા અને ત્યાંથી વાણિજ્યગ્રામ આવ્યા. વાણિજ્યગ્રામમાં સોમિલ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેને પાંચસો શિષ્યો હતા. તેણે જ્યારે વિદીત થયું કે મહાવીર વાણિજ્યગ્રામમાં
- ૧૬૫ -