________________
માટે સંદર્ભ : ભગવતી સૂત્ર શતક ઉદ્દેશક)
હું યુદ્ધની વિગતોના ઊંડાણમાં જવાનું સૂચવું છું કારણ કે તે લશ્કરી વ્યુહરચના છતી કરે છે અને તે લોકોની પ્રગતિ અને લશ્કરી દાવપેચમાંની નિપૂણતાને પ્રકાશમાં આણે છે. તેથી યુદ્ધનાં કારણો, વર્ણન, વિનાશ, વિનાશનાં કારણો વગેરે ઉપર પણ તે પ્રકાશ ફેંકે છે. યુદ્ધનાં કારણો :
- જ્યારે શ્રેણિક જીવતો હતો ત્યારે રાણી ચેલણાથી જન્મેલા કુણિકના હલ્લ અને વિહલ્લ નામના ભાઈઓને તેણે સર્વશ્રેષ્ઠ સચેનક નામનો હસ્તિ અને સ્વર્ગીય કંઠમાળા બક્ષિસ કર્યા હતાં કુણિકની પત્ની પદ્માવતી તે બંને ભાઈઓને સ્વર્ગીય હાર સાથે સર્વશ્રેષ્ઠ હસ્તિ ઉપર વિહાર કરતા હોય એવું દશ્ય જોવાનું સહન શકી નહિ અને તેથી તેણીએ કુણિકને ઉશ્કેર્યો. કુણિક અજાતશત્રુએ તેના ભાઈઓ પાસે તે (બે વસ્તુ)ની માગણી કરી. કિંતુ બંને ભાઈઓને તેમના પિતા સાથેના અગાઉના અત્યંત ખરાબ બનાવ ખ્યાલમાં હતો તેથી તેઓ નાસી ગયા અને વૈશાલીના રાજા એવા તેમના માતામહ ચેતકનું શરણું શોધ્યું. સત્તાવાર રીતે અજાતશત્રુ કણિકે ચેતકને હસ્તિ અને હાર પરત કરવાની અથવા તેના વિકલ્પમાં તેના ભાઈઓનો કબજો તેને સોંપવાની જાણ કરી. જોકે ચેતક એથી ડર્યો નહિ અને તેણે પ્રત્યુત્તર વાણ્યો કે તે બક્ષિસો રાજાએ પોતાની મરજીથી આપેલી હોવાથી રાજ્યની માલિકીનો હિરસો બનતી નથી અને કબજાનો સવાલ છે ત્યાં સુધી તેવો પ્રશ્ન જ ઉદ્દભવતો નથી. આ બાબત અજાતશત્રુને ગુસ્સ કરવા માટે પૂરતી હતી. આથી તેણે તેના કલ, સુકલ, મહાલ, કૃણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ, પિતૃસેનકૃષ્ણ અને મહાસેનકૃષ્ણ એમ દસે ભાઈઓ સાથે મળીને ચેતક ઉપર આક્રમણ કર્યું અને યુદ્ધ પ્રારંભ થયો. યુદ્ધનું વર્ણન :
तएणं सेकालेकुमारे अन्नया कमाइ तिहिं दन्तिसहस्सेहि, तिहिं मणुयकाडीहिं गरुलवूहे एक्कारसमेणं खण्डेणं कूणिएगं रन्नासद्धि रहमुसलं संग्राम ओयाए एवं खलु काली तवपुत्ते कालेकुमारे तिहि दन्ति सहस्सेहिं जाव....कुणिएणं रन्ना सद्धिं रहमुसलं संगामं संगामेमाणे हयमहिय पवर वीर धाइय णिवडियचिन्धडझय पडागे निरालोवाओ दिसाओ करेमाणे
* ૨૦૦