________________
સામે લિચ્છવીઓ કોઈ સહેલો શિકાર બની જાય એવા ન હતા. વાસ્તવમાં આ યુદ્ધમાં દસે ભાઈઓ મૃત્યુ પામ્યા અને કણિક એકલો જ બચી ગયો. રાત્રિના સમયે દુશ્મનો જ્યારે પોતાની છાવણીમાં શાંતિથી આરામ અને નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે હલ્લ અને વિહલ્લ સચેનક (હસ્તિ) ઉપર સવાર થઈને ત્યાં આવ્યા અને અતિ ભારે વિનાશ સર્યો. કોન્યાના મંત્રીઓએ માર્ગ વચ્ચે એક વિશાળ ખાડો ખોદીને અને તેને અગ્નિથી ભરી દઈને એવી રીતે તેને ઢાંકી દેવાની સલાહ આપી કે શત્રુઓનાં નયનો છેતરાઈ જાય. રાત્રિના સમયે સચેનક આગળ વધવાનો ઈન્કાર કરી દીધો અને હલ્લ-વિહલ્લ તેનું સાચું કારણ જાણતા નહીં હોવાતી બિચારા કમનસીબ પ્રાણી ઉપર ત્રાસ ગુજાર્યો. તેથી કરીને ઉમદા હસ્તિએ પોતાની જિંદગી ઉપર જોખમ ઉઠાવ્યું, પરંતુ હલ્લ અને વિકલ્લને સલામત અંતરે ફેંકી દીધા.
જ્યારે હલ્લ અને વિહલ્લને જ્યારે આ અંગે જાણ થઈ ત્યારે તેઓ અત્યંત અસ્વસ્થ થઈ ગયા અને તે વખતે મહાવીર શ્રાવસ્તીમાં આવેલા હતા તેમની નિશ્રામાં તેમણે સંસારનો ત્યાગ કર્યો. (ભગવતી શતક : 7, ઉદ્દેશક : 9).
અંતે ચેતકનો પરાજ્ય થયો અને બંને પક્ષે અસંખ્ય ખુવારી થઈ. વૈશાલી સદંતર નાશ પામ્યું.
કિન્તુ અહીં વાજબી શંકા વાચકના મનમાંએ પેદા થાય છે કે આટલો બધો શક્તિ માન રાજા ચેતક કેવી રીતે પરાજિત થઈ શકે. જૈન અને બૌદ્ધ નિષ્ણાતો દીન હસ્તિના વિનાશ માટે ઉપયોગમાં લેવામાં આવેલી વધારે બુદ્ધિયુક્ત અને મુત્સદીપૂર્ણ પ્રયુક્તિઓને વર્ણવે છે. જનકથા :
કોન્યા માટે તેને શક્તિમાન વિરોધી ઉપર વિજય મેળવવો એ બિલકુલ અશક્ય સમાન બની ગયું હતું, ત્યારે એક દેવીએ તેને નીચે મુજબ સલાહ આપી. તાર્કિક રીતે મનથી કેવળ વિચારીએ તો આવી સલાહ કાંતો કોઈ મંત્રી પાસેથી આવી હોય અથવા તો નગરવાસી કોઈ સ્ત્રી તરફથી આવી હોવી જોઈએ.) “જે કોઈ યુક્તિ-પ્રયુક્તિ રચવામાં આવે તો તેની જીત માટે કોઈ આશા હતી.” કુણીયે આ અંગે તે દેવી સાથે વાત કરી
- ૨૦૨૦