________________
અને રાષ્ટ્રના હિત માટે તેને સહાય કરવાની તેણીને વિનંતી કરી. દેવી કોર્ટસાન સંમત થઈ. તેણે ધ્યાનમાં લીન થઈ ગયેલા એક સંન્યાસીને શોધી કાઢ્યો કે લોકોનાં ટોળાં જ્યાં હોય એવાં સ્થળોથી અત્યંત દૂર (એકાંતમાં) રહેતો હતો.
એમ કહેવામાં આવે છે કે આ સંન્યાસીને કમનસીબે તેના ગુરુએ શાપ આપ્યો હતો કે જો તે શિષ્ય પોતાના ગુરુની હત્યા કરવા માટેનો પ્રયત્ન કરશે તો બીજા જન્મમાં કોઈ સુંદર સ્ત્રીના સહવાસમાં તે તેનાં વ્રતો તોડી નાખશે. આ અનિષ્ટ પરિણામોમાંથી બચવા માટે તે સંન્યાસી લોકોનાં ટોળાં હોય એવાં સ્થળોથી અત્યંત દૂર (એકાંતમાં) રહીને ધ્યાન કરતો હતો. દેવી કોર્ટસને તેને કોઈક ભૂકી વહોરાવી જેને પરિણામે સંન્યાસી અતિસારથી પીડાવા માંડ્યો. અને પછી તેણીએ તેની સુશ્રુષા કરવાનો ઢોંગ કર્યો. સંન્યાસી આરંભમાં નાખુશ થયો, પરંતુ તે આ પ્રલોભનને લાંબા સમય સુધી રોકી શક્યો નહિ અને તેણી ઉપર મોહ પામીને તેણીની સાથે ચમ્પા તરફ ગયો. તે સંન્યાસીને કોણીયે સમસ્યા માટેનો કોઈ રસ્તો શોધી કાઢવા માટે વિનંતી કરી. સંન્યાસી કારણો શોધવા માટે વૈશાલીમાં ગયો જ્યાં સંન્યાસી હોવાને કારણે તે નગરમાં સહેલાઈથી નિશસ્ત્ર (હોવાથી) અને તેને પોતાને નુકસાન ન પહોંચે તે રીતે તપાસ કરવા માટે અવરજવર કરી શકતો હતો. તેણે શોધી કાઢ્યું કે ત્યાં અસ્તિત્વ ધરાવતો સ્તૂપ નગરીને સંપૂર્ણ વિનાશ થવામાંથી બચાવતો હતો. દગલબાજીથી તેણે તે સ્તૂપને જડમૂળથી ઉખેડી નાખ્યો અને પરિણામે ટૂંક સમયમાં જ કોણિયે વધુમાં વધુ સૈનિકોની મદદથી ભયાનક આક્રમક કરીને વૈશાલીનો સંપૂર્ણ રીતે વિનાશ કર્યો અને છેવટે રાજા ચેતકે આત્મહત્યા કરી.
બૌદ્ધકથા :
બુદ્ધચરિતમાંથી સદંર્ભ મળે છે કે કેવી રીતે વસ્સાકારા નામના યુવાન બ્રાહ્મણે દગલબાજીથી લિચ્છવીઓને છેતર્યા અને તેઓ વચ્ચે ભેદ પડાવ્યા. જ્યારે અજાતશુત્રુને આ યુવાન બ્રાહ્મણે જાણકારી આપી કે પ્રામાણિક અને ન્યાયી યુદ્ધમાં લિચ્છવીઓને પરાજિત કરવા એ અશક્ય હતું તેણે તેને આમાંથી કંઈક રસ્તો કાઢવાનું કહ્યું અને વસાકારા બ્રાહ્મણે એવી તૈયાર કરી કે તે ભર્યા દરબારમાં વજિઓના કિસ્સામાં તેમનો પક્ષ લઈને સામનો
~૨૦૩૦