________________
કરવાનો ઢોંગ કરશે અને એજ વખતે તે તેને રાજાને) કોઈક ઉપહાર આપશે. રાજા (ગુસ્સે થઈને) એ ઉપહાર જપ્ત કરી લેશે અને તેના રાજ્યમાંથી તેને દેશ નિકાલ કરવાની સજા કરશે. આવી દગલબાજીથી લિચ્છવીઓ છેતરાઈ જશે અને તે તેઓને પોતાના વિશ્વાસમાં લઈ લેશે.
આ માટે જે આવશ્યક હશે તે બધું જ તે કરશે અને છેવટે કોણિય માટે વિજય પ્રાપ્ત કરશે. તદનુસાર કરવામાં આવ્યું અને તેથી પ્રામાણિક અને નિષ્કપટ એવા કમનસીબ વન્જિઓ છેતરાઈ ગયા. તેમણે વસાકારાની વાસ્તવમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી અને આ રીતે તેમણે તેને અધિકૃત રીતે ઊંચી પદવી આપી.
કિન્તુ તે પછી યોગ્ય સમયે તે લુચ્ચા બ્રાહ્મણે એક માણસને એક વાત કરીને અને બીજા માણસને બીજી વાત કરીને લિચ્છવીઓમાં ભાગલા પડાવ્યા. બીજાના નામે તે લિચ્છવીઓમાંના એકને ગાળો આપતો અને આવાં અત્યંત નીચ કાર્યો દ્વારા અંતે તેણે તેમની એકતાને તોડી નાખી. કોણિયને જ્યારે નિવેદિત કરવામાં આવ્યું કે તેને માટે આક્રમણ કરવાનો સમય આવી ગયો છે ત્યારે તેણે અચૂકપણે તેમ કર્યું અને તેણે આ લિચ્છવીઓનો સંપૂર્ણ વિનાશ કર્યો.
અજાતશત્રુ અને ઉજેણી :
અજાતશત્રુને ઉજેણી સાથે કોઈ સારા સંબંધોન ન હતા, કારણ કે તે તેની રાજધાની રાજગૃહને રાજા ચંપ્રદ્યોત આક્રમણ કરે એવી અપેક્ષા હોવાને કારણે કિલ્લેબંધી કરીને મજબૂત બનાવતો હતો. જોકે આક્રમણની (કારણો) વિગતો અંગે તે કંઈ જ જાણતો ન હતો. (બૌદ્ધ ગ્રંથો : 44114214a by prof. Rhip Davids in Dialogues of the Buddha - P. 94 to 99).
ધાર્મિક માન્યતા બૌદ્ધ આગેવાન સાથેની અજાતશત્રુની મુલાકાત વિશે જણાવે છે તેને ત્યાં પોતાનાં કુકર્મો પ્રકાશમાં આણવા માટે જણાવ્યું હતું અને બાકીની જિંદગી બૌદ્ધ ધર્મ પાળવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. તેની દ્વિતીય મુલાકાત અંગેનો આપણી પાસે કોઈ જ નોંધાયેલો પુરાવો નથી કે જેને આધારે આપણે સાબિત કરી શકીએ અથવા સાબિત ન કરી શકીએ કે ત્યારપછી તે કાયમ માટે બુદ્ધનો સમર્પિત શિષ્ય બન્યો હતો કે નહિ.
- ૨૦૪ -