________________
હતી અને તે આંગળી તે પછીથી ક્યારેય સાજી ન થઈ. આ કારણથી તે કુણિક (આંગળીવિહીન) તરીકે ઓળખાવા લાગ્યો.
એક બૌદ્ધ કાવતરાખોર સાથેના અપવિત્ર જોડાણથી વિપથગામી બન્યો અને તેને પરિણામે તેના પિતાની હત્યા કરવા માટે પ્રેરાયો. બૌદ્ધ અહેવાલો તેને પોતાના સહોદરોના પણ હત્યારા તરીકે વર્ણવે છે. (સંદર્ભ: મહાતમાશા ભૂખમરાથી કરૂણ મૃત્યુની કથાની વાર્તા માટે સંદર્ભ : निर्यावलिसूत्र) - તેના પિતા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તે કોસલમાં તેના ઓરમાન મામા કોસલના રાજા પસન્દીની સાથે હતો. તેણે કાશીનગરી અને કોસલ સામે યુદ્ધ જાહેર કર્યું હતું.) કોશલાદેવી શોકથી મૃત્યુ પામી કે જેને માટે સલામત ધન તરીકે કાશીની કુલ વાર્ષિક ઉપજ ઉઘરાવવાની મંજૂરી આપેલી હતી. કાયદેસર રીતે અજાતશત્રુ તેને માટે દાવો કરી શકે તેમ ન હતો તેથી તેણે પોતાના વયોયુદ્ધ મામા સામે યુદ્ધ જાહેર કર્યું. અજાતશત્રુનો પરાજય થયો અને તેને કોઈ એક લશ્કરી છાવણીમાં કેદી તરીકે લઈ જવામાં આવ્યો. જ્યાં સુધી તેણે પોતાનો દાવો જતો ન કર્યો ત્યાં સુધી તેને છોડવામાં આવ્યો નહિ, કિંતુ ગમ્મતની વાત તો એ છે કે તેના વયોયુદ્ધ મામાએ તેની પોતાની વજ્જિરા નામની પુત્રી તેની સાથે પરણાવી અને એજ કાશીનું જનપદ તેને બક્ષિસમાં આપી દીધું.
મહાન મૃતાત્માઓ અંગેનો ગ્રંથ આપણને જણાવે છે કે ક્યા હેતુથી તેણે લિચ્છવીઓ અને બુદ્ધના શક્તિશાળી રાષ્ટ્રોના સંઘ ઉપર આક્રમણ કર્યું. (ગ્રંથોમાં) લિચ્છવીઓના કિસ્સામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લિચ્છવીઓ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી તેમને (કોઈ પણ સંજોગોમાં) હરાવી શકાશે નહિ અને તેને માટે અન્ય કોઈ માર્ગો પસંદ કરવા પડશે. વૈશાલી સાથેનું યુદ્ધ :
તે સમયનું અત્યંત મહાન અને ભારે અનર્થકારી યુદ્ધ શરૂ થયું કે જ્યારે અજાતશત્રુએ તેના નાનાજી ચેતક ઉપર આક્રમણ કર્યું.
આ યુદ્ધ દરમ્યાન મહાશિલાકંટક અથવા રથમૂશલ જેવાં ભારે વિનાશકારી શસ્ત્રો પ્રયોજવામાં આવ્યાં હતાં અને પરિણામ એ આવ્યું કે લાખો લોકોના મૃત્યુ સાથે વૈશાલીનો સંપૂર્ણ વિનાશ થયો. (મહાપરિનિર્વાણ
- ૧૯ -