________________
બધા જ બ્રાહ્મણો પછી તે તત્ત્વજ્ઞાની હોય કે ધર્મગુરુ હોય તે સર્વેએ નક્કી થયેલા આશ્રમોમાંથી પસાર થવું જ પડતું. આ આશ્રમો અનુસાર) પ્રત્યેક વ્યક્તિને વીસ વર્ષ વિદ્યાભ્યાસ, વીસ વર્ષ ગૃહસ્થ જીવન, વીસ વર્ષ ગૃહસ્થજીવનમાંથી નિવૃત્તિ અને અંતિમ વીસ વર્ષો દરમ્યાન સમાજથી તદન અલિપ્ત એવું જીવન જીવવું પડતું. દેવો :
હકીકતમાં બ્રાહ્મણ ધર્મગુરુઓ હંમેશાં અને કાયમી રીતે વૈદિક કે અવૈદિક કોઈ પણ દેવને અંજલિઓ આપવા અને બલિદાનો દેવા માટે તૈયાર રહેતા. લોકોના પોતાના ફિરકામાં દેવોની અનેક વિધતા માન્ય કરવાનું આવું વલણ પેદા થવા અંગે તેમની (ધર્મગુરુઓની) પોતે સર્વોચ્ચ હોવાની માન્યતા ઓછી જવાબદાર નથી.
તમે મરો કે લગ્ન કરી તેમને કંઈ ફેર પડતો નથી. તમે આ દેવની પૂજા કરો કે પેલા દેવની તેમને કંઈ વાંધો નથી. તેમને માટે મહત્ત્વની બાબતએ સર્વેમાં તેમના પોતાના ભાગ અંગેની છે. જ્યાં સુધી તમે મહેનતાણું આપીને કામ આપો અને તેમને તેમનું નાણું ચૂકવો તો તેઓને કોઈ બાબતમાં કશો વાંધો ન હતો.
અને તેમ છતાં વિષ્ણુ અને શિવ એ તેમના માનીતા દેવો હતા. આ સંબંધમાં હું મારા વ્યક્તિગત સંતોષ ખાતર એમ માનવા પ્રેરાયો છું કે અહીં વૈદિક અને અવૈદિક દેવો વિચિત્ર સામ્ય જોવા મળે છે માત્ર નામમાં જ ફેરફાર જોવા મળે છે – વિષ્ણુ એ અન્ય કોઈ નહીં, પરંતુ વરૂણ દેવ જ છે, જે જળમાં પ્રસરેલા છે એમ માનવામાં આવતું હતું. શિવ અથવા મહાદેવ એ મૃત્યુ અને પ્રજનન સાથે સંકળાયેલા દેવ હતા. દ્રવિડોની લિંગની અને બ્રાહ્મણીય શિવની સંકલ્પનાઓ વચ્ચે ગાઢ સમાનતા છે.
જોકે બ્રાહ્મણો એટલા બધા બુદ્ધિમાન હતા કે તેઓ કોઈ પણ અવકાશો સર્જવા માટે શક્તિમાન હતા અને તેમણે સર્વોચ્ચ આત્માની કલ્પના કરી કે જેણે સમગ્ર બ્રહ્માંડની રચના કરી અને તેમને તેમણે બ્રહ્મા એવું નામાભિધાન કર્યું. વાસ્તવમાં તેઓ બ્રહ્માંડની રચના માટે કારણભૂત એવા શક્તિમાન દેવ હતા.
આ લોકોની ચતુરાઈ તો તેમની પ્રાયશ્ચિતના સિદ્ધાંતની શોધમાં હતી.