________________
(તેની) ઉત્તરીય હદ હિમાલયની લાંબી પર્વતમાળા સુધી હતી અને દક્ષિણમાં તે નર્બુદા નદી સુધી વિસ્તરતી હતી. નિમ્ન બંગાળ ત્યારે જાણીતું ન હતું અને તે વંગના નામથી ઓળખાતું હતું. ગૌતમના જીવન અને કાર્યક્ષેત્રનું દૃશ્ય અનિયમિત ચોરસ જેવું હતું, જે ચાર રાજ્યોમાં વહેંચાયેલું હતું. ઉત્તરીય આર્ય ભાગમાં કોસલ કે ઔધ અને મિથિલા કે સિરહટનાં રાજ્યો હતાં. નીચલા (દક્ષિણીય) અર્ધમાં વારાણસી કે બનારસ અને મગધ કે બેરારનાં રાજ્યો હતાં.
પ્રાચીન કાલક્રમની યાદી ગૌતમની સિલોનની મુલાકાતનો નિર્દેશ કરે છે. ભૌગોલિક હદ કોઈ પણ અંદાજ વગર ગૌતમની દક્ષિણ તરફ વિસ્તરતી તે સ્થળ (સિલોન)ની મુલાકાતનો હિસાબ આપે છે. મારો એવો અભિપ્રાય છે કે માત્ર બસોને અઢાર વર્ષ પછી સૌ પ્રથમ વાર ભારત અને સિલોન વચ્ચે સંબંધો સ્થાપિત થયા.
समणा वयं महाराज धम्मराजस्स सावका । तदेवानुकम्पाय जम्बुदीपा इधागता ॥
રાજકુમાર મહેન્દ્ર અને રાજકુમારી સંઘમિત્રા પવિત્ર આત્મા (મહાવીર)ના સંપ્રદાયના ગગનમાં તે (રાજકુમાર) સૂર્યની માફક અને તેણી (રાજકુમારી) દામિનીની માફક દૈદિપ્યમાન હતાં. (History of ancient India Talboys Wheeler P. 101)). રાજકીય પર્યાવરણ :
અતિ પ્રાચીન સાહિત્યિક પરંપરાઓ પ્રજાસત્તાક રાજ્ય અમલની ઓછી કે વત્તી શક્તિશાળી રાજાશાહીની સાથે સાથે સંપૂર્ણ કે રૂપાંતરિત એવી ભૂતકાળના અવશેષરૂપ સ્વતંત્રતાયુક્ત રાજ્ય અમલની પણ નોંધ લે છે, અત્યંત શક્તિશાળી રાજાશાહીની નોંધ વિદ્વાન પંડતિોએ નીચે મુજબ લીધી છે.
(1) રાજગૃહ જેની રાજધાની (પછીથી પાટલીપુત્ર) હતું એવું મગધનું સામ્રાજ્ય જ્યાં પ્રથમ રાજા બિંબિસાર અને પછીથી તેનો પુત્ર અજાતશત્રુ રાજ્ય કરતો હતો.
(2) વાયવ્ય દિશામાં કોસલનું સામ્રાજ્ય હતું. ઉત્તરીય કોસલની રાજધાની શ્રાવસ્તામાં હતી, જ્યાં પ્રથમ રાજા પસેન્દ્રી અને ત્યારબાદ તેનો
~ ૧૯૪ -