________________
જ સિદ્ધ થઈ શકે અને તે દ્વારા બધી જ સમજણોથી ઉપર એવી શાન્તિ તે પ્રાપ્ત કરી શકે.
અને આમ હવે આપણે પ્રાચીન ભારતીય માન્યતાઓના તૃતીય વિકાસ - તબક્કામાંથી પસાર થઈશું કે જે ક્ષત્રિયોની સર્વોપરિતાનો સમયગાળો હતો. 'ઈસવી સન પૂર્વેના છઠ્ઠા શતકનું ભારત
તુલનામાં થોડાક પછીના સમય ઉપર આવીએ તો માત્ર કલ્પનાના આધારે નહીં, પરંતુ આપણી માહિતી માટેના પ્રાચીન લભ્ય દસ્તાવેજો પર વિશ્વાસ રાખીને હકીકતોના આધારે તે અંગે (તે સમય અંગે, આપણે કંઈક કહી શકીએ. બૌદ્ધ ધર્મ અને તેના સમકાલીન જૈન ધર્મના આગમને દેશના ઈતિહાસના સામાન્ય પ્રવાહો અંગે સીમાચિહન અંકિત કર્યું છે.
બ્રાહ્મણોના ધાર્મિક વિધિઓના (એકાધિકારી) શાસ્ત્રથી લોકો ધરાઈ ગયા હતા. ધાર્મિક ગ્રંથોના અધ્યયન અને અધ્યાપનનો જુસ્સો ઓસરી ગયો હતો અને તેની જગ્યા બ્રાહ્મણોની આપ ખુદીએ લીધી હતી. ઘણું કરીને માનવતાની ઉત્કટ ઈચ્છા અને મહત્ત્વાકાંક્ષા ચેતનવિહીન બની ગયાં હતાં. ધાર્મિક માન્યતાઓ તેના ગલનબિંદુએ પહોંચી ગઈ હતી. દેવો મહેલ જેવી ઈમારતોમાં બંધાઈને ચૂપ અને નકામા બની ગયા હતા. વાસ્તવમાં તેઓ પાછળથી પૂછડેથી) પકડવા જતા અશ્વો સમાન બની ગયા હતા કે જેમને માટે ધર્મગુરુઓ તેમના પોતાના સિદ્ધાંતો ચલાવતા હતા. ટૂંકમાં બ્રાહ્મણ ધર્મગુરુઓ લોકો ઉપર સત્તા ચલાવતા હતા. તેમની સત્તાને પડકારવાની કોઈ હિંમત કરતું ન હતું. જન્મથી તે મૃત્યુ પર્યત વ્યક્તિ ધર્મગુરુઓના વટહુકમોથી જકડાઈ ગઈ હતી. બલિદાન આપવા માટેનો અગ્નિ હજી પ્રજ્વલિત હતો, કિંતુ વ્યક્તિના દિલની નીચે તેને માટે ઊંડી વેદના હતી, કારણ કે તેઓ ધર્મગુરુઓના (આપખુદ) આદેશોથી ગુંગળામણ અનુભવતા હતા. ક્ષત્રિયો કે જે અત્યારસુધી ખભેખભા મિલાવીને એક જ મંચ ઉપર ઊભા હતા તેઓ પણ હરીફ જ્ઞાતિને (બ્રાહ્મણોને) વ્યવસ્થાતંત્રમાં તેમના ભોગે આર્ષદા સમાન બની ગયેલા જોઈને અત્યંત ત્રાસ પામ્યા હતા. વાતાવરણ ગ્લાનિમય બની ગયું હતું.
- નિરાશાવાદનો ગાઢ રંગ કે જે પ્રત્યેક ભારતીય દર્શનશાસ્ત્રીઓમાં વહેતો રહે છે તેણે પણ વાતાવરણને વધારે ગ્લાનિમય બનાવી દીધું.