________________
જો કોઈ શુદ્ર વેદ અંગેની માહિતી અજાણતામાં પણ સાંભળી જાય તો તેના કાનમાં ગરમાગરમ પ્રવાહી સીસુ રેડવાની સજા તેને પ્રાપ્ત થતી હતી.
આમ બ્રાહ્મણ ધર્મ તેમના પોતાના સિવાય અન્ય સર્વે માટે બંધ ગ્રંથ હતો અને એમાં કોઈજ આશ્ચર્ય નથી કે આવી સર્વને બહાર રાખવાની અને બાકીના બધાના ભોગે કાર્યરત વ્યવસ્થા જનતાને માન્ય ન હતી. તેની બે પ્રકારની અસર પેદા થઈ. પોતાની જાતિ પ્રત્યે જ સમર્પિત એવા બ્રાહ્મણો ધાર્મિક સરમુખત્યારની ભૂમિકા અદા કરતા હતા અને તેમના આ સરમુખત્યારી વ્યવહારો ભાગ્યે જ કોઈને અનુકૂળ હતા. જે લોકો તેમનો જુલમ અને આપખુદી સહન કરતા હતા તેઓ આતુરતાથી કોઈક પરિવર્તનની રાહ જોઈ રહ્યા હતા.
આ બ્રાહ્મણોને સહાય કરતા હતા એવા ક્ષત્રિયો પણ તેમને બહાર રાખતી તેમની (બ્રાહ્મણોની) ઉત્તમતાની બડાઈવાળી વ્યવસ્થાથી ચિડાયેલા હતા અને તેઓ પોતાની તક માટે રાહ જોઈ રહ્યા હતા અને તેઓ તેમને (બ્રાહ્મણોને) ઊતારી પાડવાની કોઈ તક ચૂકતા ન હતા. આમ ઈસવી સન પૂર્વેના તૃતીય શતક સુધી ચાલતું રહ્યું અને ત્યારબાદ બ્રાહ્મણોએ તેમની ભૂમિકા બદલી અને સત્તા ચલાવનારા ધર્મ ગુરુઓને બદલે રાજ્યકર્તા રાજકુમારો સાથે મિત્રતા કરી અને યોજનાબદ્ધ રીતે રાજકારણીઓ તરીકેની ભૂમિકા ભજવવા માંડી.
આમ જ્યારે અસંતુષ્ટતાનું સામાન્ય વાતાવરણ હતું ત્યારે ક્ષત્રિયકુળમાંથી જ એક માનવી પેદા થયો કે જેણે ધર્મગુરુઓના અન્યોને બાકાત રાખનારા ખ્યાલોને ધરમૂળથી ઉખાડી નાખ્યા અને બધાની આવશ્યક સમાનતાની હિમાયત કરી. ઈશ્વર કે જે સર્વને (સમાન રીતે) ચાહે છે તેને માટે કોઈ મોટું નથી કે કોઈ નાનું નથી.
તેમણે બ્રાહ્મણોના દેવોની પણ અવગણના કરી અથવા વધુ સાચી રીતે કહીએ તો તેમણે દેવોની આપખૂદીનો અનાદર કર્યો અને બદલીમાં કર્મના લોખંડી સિદ્ધાંતને સ્થાપિત કર્યો.
માત્ર મનુષ્ય જ પોતાના મોક્ષ માટે માત્ર પોતેજ કાર્યરત બની શકે. આ બાબત કેવળ પોતાનામાં અનંત સંખ્યામાં ઉત્તમ ગુણો વિકસાવીને અને પોતાનાં બધાંજ અનિષ્ટ લક્ષણોનું ઉમૂલન કરી તેમને શૂન્યવત્ બનાવીને