________________
એક એવા તીવ્રબુદ્ધિ મનુષ્યની આવશ્યકતા હતી કે જે એટલા અત્યંત ઊંચા મંચ ઉપર ઊભેલો તેના સુધી બ્રાહ્મણોની વિવેચનાઓ અને ટીકાઓ પહોંચી જ ન શકે અને જે ધર્મના મૃત હાડપિંજરમાં પ્રાણ ફૂંકી શકે અને તે જ લોકોની ઉત્કટ ઈચ્છાઓ અને મહત્ત્વાકાંક્ષાઓને (યોગ્ય) વળાંક આપી શકે. . બીજા શબ્દોમાં માનવતા પ્રત્યેના પ્રેમનો સંપ્રદાય એ તત્કાલીન પ્રજાનો પોકાર હતો. કરોડો લોકોનો સમૂહ કે જે સતત બ્રાહ્મણીય નિરંકુશ આપખૂદીથી સંતપ્ત હતો તે વધારે લોકતાંત્રિક અને વધારે સામાન્ય વ્યવહારજ્ઞાન ધરાવતા સંપ્રદાય માટે પ્રાર્થના કરતા હતા કે જેના દ્વારા ભૂલથી પર (ગણાવવામાં આવતા હતા) એવા ધર્મગુરુઓના તદ્દન આપખૂદી વટહુકમોને નિયંત્રિત કરી શકે.
રાજ્યનીતિને લાગે વળગે છે ત્યાં સુધી ક્ષત્રિયો પોતે રાજકુમારો તરીકે સંન્યાસીઓની ઈચ્છાઓને વશ થવાની ધાર્મિક પંડિતાઈ અંગે કોઈ જ ચિંતા ધરાવતા ન હતા. તેઓ (સંન્યાસીઓ) પોતાના અંગે ખૂબ જ ઊંચો અભિપ્રાય ધરાવતા હતા. તેઓ (રાજવીઓ) આ ધાર્મિક ઉપદેશકો માટે રહેઠાણ પૂરું પાડતા હતા કે જેમાં એક મોટો રાચરચીલાથી સજ્જ એવો ખંડ હોય, જેમાં બેસીને તેઓ તેમની (ધાર્મિક) ચર્ચાઓ કરી શકે. પરંતુ તે (રાજવી) પોતે સ્વસ્થ અને આ બધાથી અલિપ્ત રહેતો. માત્ર નૈમિતિક પૂજા અને આવા ઉપદેશકોની ઉપર છલ્લી મુલાકાત સિવાય તેની રોજિંદી દિનચર્યામાં જરાપણ ખલેલ પહોંચતી નહિ. રાજ્યના વડા તરીકે તે જમાનામાં અભૂતપૂર્વ અને અદ્વિતીય સહિષ્ણુતા દર્શાવી તે બધાજ ધર્મગુરુઓને રાજ્યાશ્રય પૂરો પાડતો.
આ પ્રવાહોને લક્ષ્યમાં લઈને વધારે કાળજીપૂર્વક અને વિવેચનાત્મક રીતે ઈસવીસન પૂર્વેના છઠ્ઠા શતકમાં જનતાની રાજકીય પરિસ્થિતિ, સામાજિક પર્યાવરણ, આર્થિક સ્થિતિ, સાહિત્યિક વિકાસ અને ધાર્મિક પ્રગતિ અંગેની તપાસ કરીશું. રાજકીય :
ભૂગોળ : વર્ધમાન મહાવીર અને ગૌતમ બુદ્ધ સમકાલીન હતા. એક સાથે નહીં હોવા છતાં બંને સમાન દષ્ટિબિંદુથી કાર્ય કરતા હતા અને તેમની પ્રવૃત્તિઓ સમાન ભૌગોલિક પ્રદેશ પૂરતી મર્યાદિત હતી.
- ૧૯૩ -