________________
આર્યોમાં પણ જેઓ અત્યંત લશ્કરી મિજાજવાળા હતા અને રાજકીય દૃષ્ટિબિંદુવાળા હતા તેમજ ઓછા આધ્યાત્મિક અને સંસ્કારી માનસ વાળા હતા તેમને ક્ષત્રિયો તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રારંભિક બાલ્યવયથી જ તેમને અલગ પ્રકારની તાલીમ મળતી હતી અને અલગ પ્રકારના વાતાવરણમાં તેમને ઉછેરવામાં આવતા હતા. તેમને ધનુષ્ય અને બાણ ચલાવવાનું તલવાર અને ભાલા વાપરવાનું, અશ્વોને અને હસ્તિઓને કળવવાનું અને રથ ચલાવવાનું શીખવવામાં આવતું હતું.
બીજી બાજુએ જેઓ બુદ્ધિમાન, શાંતિના ચાહક, તત્ત્વજ્ઞાનીય મિજાજ ધરાવતા અને જેઓ અતડા રહેવાનું અને માનવીઓથી દૂર રહેવાનું પસંદ કરતા હતા તેમને ઋષિઓ તરીકે ઓળખવામાં આવતા હતા.
ત્રષિઓ માટે દેવો એ “કલ્પનાનાં કાવ્યમય સર્જનો' હતાં જ્યારે ક્ષત્રિયો માટે તેઓ માનવીય તાકાતનાં મૂર્તિમંત સ્વરૂપો હતાં. (આ અંગે) એક ઉદાહરણ અત્રે અસ્થાને નહિ ગણાય. ઋષિઓ સૂર્ય દેવની દેવી બ્રહ્માંડને ઉજ્વલિત કરનાર' તરીકે પૂજા કરતા હતા, જ્યારે ક્ષત્રિયો તેમને પોતાના પૂર્વજરૂપી પરાક્રમી પુરુષ તરીકે પૂજતા હતા.
રાજકીય વિજયની ઉજવણી કરવા માટે ગોઠવતા જાહેર ભોજન સમારંભોના ભાગરૂપે ક્ષત્રિયો માંસની મિજબાનીઓ કરતા, જ્યારે તેનાથી વિરુદ્ધ ઋષિઓ સાદા ખાણાથી રીઝી જતાં.
લગ્ન વિષેના તેમના ખ્યાલો તેમનાં પોતાનાં દષ્ટિબિંદુઓ અનુસાર અત્યંત ભિન્નતા ધરાવતા હતા. ઋષિઓને મન તે (લગ્ન) કન્યાનાં માતાપિતા તરફથી મળેલ દાન હતું, જે બે કે પાંચ ની સંખ્યાની જોડીઓના સ્વરૂપે હતું.
ક્ષત્રિયો માટે કન્યા એ કઠિન વિજય મેળવવાની બદલીમાં મળતો પુરસ્કાર હતો. અને વાસ્તવમાં તે પોતાની જાતને વરરાજા તરીકે લાયક હોવાની રજૂઆત કરે તે પૂર્વે તેણે યુદ્ધમાં કન્યાના માતાપિતાને હરાવવાં પડતાં. મોટા ભાગના કિસ્સાઓમાં રાજદરબારમાં ઉમેદવાર તરીકે ભાગ લેવા માટે આવેલા રાજકુમારો અને રાજાઓ પૈકી આવા રાજદરબારની વચ્ચેજ કન્યાને પોતાને માટે પોતાનો પતિ પસંદ કરવાનું કહેવામાં આવતું.
આવી ભિન્નતાઓ અંગે અત્યંત ઊંડા ઊતરવું એ આપણા માટે
- ૧૮૦ -