________________
..
શક્તિના ચિહ્ન તરીકે ગણતા હતા. પરંતુ મહદઅંશે દ્રવિડોની અત્યંત પ્રિય તો નાગની પૂજા હતી. આપણી પાસે બાલ્ફરની સાક્ષી છે કે જે નિશ્ચયપૂર્વક હકારાત્મક વિધાન કરે છે કે, ‘‘સમગ્ર ભારતીય દ્વીપલ્પમાં નાગપૂજાએ બંને સ્વરૂપમાં - શિલ્પ સ્વરૂપમાં અને જીવિત પ્રાણીના સ્વરૂપમાં સામાન્ય છે.’” વધુમાં પ્રથમ વિકલ્પ અર્થાત્ શિલ્પ સ્વરૂપ અંગે વધુ વિગતો આપતાં કહે છે કે,” તે શિલ્પ એ નિશ્ચિતપણે નાગ કે નાગરાજ (Cobra)ના સ્વરૂપમાં હોય છે. પ્રસંગોપાત્ત શિલ્પાકૃતિઓની સંખ્યા નવની જોવા મળે છે અને આ સ્વરૂપને ‘નવ નાગ’ કહેવામાં આવે છે અને તે માતાપિતા તથા તેમનાં આઠ નાનાં બચ્ચાંના સ્વરૂપને રજૂ કરે છે, પરંતુ પ્રચલિત સ્વરૂપ બે જોડિયા નાગનું છે કે જે (એકબીજા સાથે) વળ ચડાવેલી સીધી સોટીના સ્વરૂપમાં જોવા મળે છે.”
ગ્રામ્ય દેવતાઓ અને કુળ દેવતાઓને લાગે વળગે છે ત્યાં સુધી તેઓની પૂજા વાવણીના સમયે, વર્ષાની યાચના માટે અને રોગો સામે રક્ષણ મેળવવા અર્થે કરવામાં આવતી હતી. કેટલાક કિસ્સાઓમાં ગ્રામ્ય દેવતાઓ સામાન્ય રીતે વૃક્ષરાજિમાં પડેલા પથ્થરોના ઢગલાના સ્વરૂપમાં કે સૌમ્ય ટપકાના સ્વરૂપમાં જોવા મળે છે અને (તે પૈકીના) કેટલાક કાળા અથવા લાલ રંગથી રંગેલા હોય છે.1
બીજી બાજુ આરંભના તબક્કાના આર્યો દેવોની બહુલતામાં માનતા હતા અને ચલિત અને અચલિત પદાર્થોની વચ્ચે રહેવામાં માનતા હતા. આમ તેઓ વિદ્યુત, વર્ષા, વાદળ, પર્વત, પવન, વહેતું ઝરણું, શસ્રો, હળ અને દાતરડાની પણ પૂજા કરતા હતા.
Dr. Caldwell તેને દક્ષિણ ભારતીય પરિવારના દ્રવિડોના ભાષાઓના તુલનાત્મક વ્યાકરણ સાથે અત્યંત નજીકનો સંબંધ ધરાવતા તુરાનિયન તરીકે ઓળખાવે છે - સંદર્ભ : આર. કાલ્ડવેલ
(1) Fergussion's Tree and Serpent Worship - Al.
પરંતુ અત્રે ચક્રોની અંદર પણ ચક્રો હતાં. (ચક્રવ્યૂહ) અને પ્રારંભિક તબક્કાના આર્ય વસાહતીઓ વચ્ચે પણ તેમનાં દૃષ્ટિબિંદુ તેમજ વર્તનમાં મતભેદો હતા. એના એજ દેવો પણ અલગ અલગ મિજાજથી પૂજવામાં આવતા હતા. તેમના સામાજિક રીતરિવાજોમાં પણ ભિન્નતાઓ હતી.
~ ૧૮૬ ~