________________
આવકારીએ છીએ, તેથી અમારા બલિનો ઉપભોગ કરો અને અમારી પ્રાર્થનાને માન્ય કરો અથવા અન્ય દેવોને આપેલ નૈવેદ્ય આપ લઈ જાઓ હે વરૂણ ! અમે તમારી પ્રશંસા કરીએ છીએ, કારણ કે આપ અમને બચાવવા માટે શક્તિમાન છો. ઊંડા સમુદ્રો ઉપર (ની યાત્રામાં) આપ અમારી ઉપર દયા કરો. હે ઈન્દ્ર ! અમે તમારી પ્રશંસા કરીએ છીએ, કારણ કે તમે અમારા ઈશ્વર અને અમારા રક્ષક છો આપણા પાણીદાર, અધીરા થયેલા અને મોઢે ફીણ વળેલા અશ્વો કે જેઓ સારી વસ્તુઓ જે અમે આપેલી છે તે ખાય છે અને પીએ છે તેમના વડે અત્રે આપ હંકારો. અને તે શક્તિશાળી અને બહાદુર દેવ ! આપ જે સુદંર વસ્તુઓ અમને આપવાના છો તેના પર આપનું ધ્યાન કેન્દ્રિત કરો. અમને સમૃદ્ધિ (ધન દોલત) આપો, અમને દીર્ઘ જીવન આપો, અમને જોરાવર પુત્રો આપો, અમને અઢળક અનાજ આપો અને પુષ્કળ પશુઓ અને અશ્વો આપો. હે સૂર્ય ! અમે આપની પ્રશંસા કરીએ છીએ, કારણ કે આપ એવા દેવતા છો કે જેઓ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરો છો. હે સરસ્વતી ! અમે આપની પ્રશંસા કરીએ છીએ, કારણ કે આપ સર્વે સરિતાઓમાં સર્વોત્તમ અને શુદ્ધતમ છો. અમારી ભૂમિને ફળદ્રુપ બનાવવા માટે અમે આપની પ્રાર્થના કરીએ છીએ, આપ અમને આશીર્વાદ આપીને અમારું લાલનપાલન કરો. હે ઉલ્હાસ ! સ્વર્ગની પુત્રી ! ધનસંપત્તિ વડે અમને સમૃદ્ધ કરો. હે પ્રકાશ પ્રસરાવનારી ! અમને અઢળક આહારથી સમૃદ્ધ કરો. હે સૌંદર્યમયી દેવી! પશુઓના ધનથી અમને સમૃદ્ધ કરો.”
આ દેવાના પણ દેવો વિશે આપણે વિગતમાં ઊતરીએ તે પહેલાં તેઓ (આર્યો) તેમના પુરોગામીઓ કરતાં કેવી રીતે જુદા પડતા હતા તે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરૂઆતના તબક્કાના આર્યોના પુરોગામીઓ ધર્મની બાબતોમાં તેમની આત્યંતિક સાદગીને લીધે જુદી જ છાપ ઊભી કરે છે. આ પ્રજા ગ્રામ્ય દેવતાઓ, કુળ દેવતાઓ અને વ્યક્તિગત અથવા પાલનહાર દેવતાઓની પૂજા કરતા હતા અને તેમને સ્વીકારતા હતા. આ દ્રવિડોનો ધર્મ જાતીયતા સાથે સંબંધિત ખ્યાલો ઉપર આધારિત હતો અને તેથી તેઓ લિંગપૂજાની તરફેણ કરતા હતા અને તેને તેઓ સર્વોત્તમ પ્રાણી (મનુષ્ય)ના પ્રતીક તરીકે અથવા તો પ્રજનનની
- ૧૦૫ -