________________
આવશ્યક નથી કારણ કે હાલના તબક્કે તેના પરથી આપણે નિર્ણય તારવી શકીએ એમ છીએ કે આદિમાનવો કરતાં આદિ આર્યો ઘણા આગળ (વિકાસ પામેલા) હતા. તેઓ માત્ર બુદ્ધિમાન હતા એટલું જ નહિ, પરંતુ બહાદુરપણ હતા. તેઓ તેમના વ્યવહારોમાં સરળ, ચિત્ર માટે કલ્પનાશીલ હતા અને આજ બાબત દેવોના સર્જનો માટેની તેમની કલ્પનાશીલતાનો અને અગ્નિ, જળ અને આકાશમાં પ્રસરેલા આત્માને ઈશ્વરરૂપ માનવાની સંકલ્પનાનો ખુલાસો આપે છે.
બ્રાહ્મણીય ભારત અંગે હવે આપણું કાર્ય હિન્દુ ધર્મના નાટકના બીજા દશ્યનો અભ્યાસ કરવાનું છે કે જેમાં ઋષિઓ પાર્શ્વભૂમિકામાં ખસી ગયા અને બુદ્ધિમાન પરંતુ સ્વાર્થી પ્રકારના લોકો કે જેઓ પોતાની જાતને બ્રાહ્મણો તરીકે ઓળખાવતા હતા તેમણે તખ્તાને કબજે કરી લીધો. ધર્મેશાસ્ત્રોનો અભ્યાસ કરવાનો એકમાત્ર તેમનો જ અધિકાર છે એવો તેમનો દાવો હતો કારણ કે (તેમના કહેવા મુજબ) તેઓ ભોગ-બલિને લગતી ધાર્મિક વિધિઓ માટે તેમજ અધ્યયન કરવાના સંરક્ષિત અધિકાર સાથે બ્રહ્માના મુખમાંથી જન્મ્યા હતા.
'બ્રાહ્મણોમાં પણ બે અલગ પ્રકારો હતા. તત્ત્વજ્ઞાનીઓ કે સંન્યાસીઓ અને ધર્મગુરુઓ કે બલિદાન દેનારાઓ. ધર્મગુરુઓ કહેવાતા હોવા છતાં અંગ્રેજી અર્થમાં તેઓ તેનાથી ઘણા વધારે હતા. જન્મ, મરણ અને અન્ય વિધિઓમાં તેની હાજરી અનિવાર્ય હતી અને કેટલીકવાર તે આર્ષદણ, જાદુ વિદ્યાનો જાણકાર, જીવના ઉત્પત્તિક્રમના શાસ્ત્રનો જ્ઞાતા હોવાનો ડોળ કરતો તો ક્યારેક પાઠશાળાના અધ્યાપક તરીકે અને નીતિનિયમોના વિવેચક તરીકે અને ક્યારેક તે જાદુટોના અને મંત્રતંત્રના કાર્યકર તરીકે દેખાતો.
બીજી બાજુએ તત્ત્વજ્ઞાની કે સંન્યાસી તેના ભરણપોષણ માટે દરકાર નહીં કરનારો, વનરાજિ કે ઝૂંપડીમાં સૂઈ જવાનું પસંદ કરનારો, ફળફળાદિ અને કંદમૂળ ખાઈને ગુજારો કરનારો અથવા પડોશમાંથી ભિક્ષા મેળવનારો અને આ બધામાંથી જે કંઈ મળી શકે તેમ હોય તે મેળવનાર હતો.
| કિંતુ આ સંન્યાસીને પણ સાથીદાર હોવાની અપેક્ષા રહેતી કારણ કે તે જમાનામાં એવી સ્વીકૃત માન્યતા હતી કે જેમને પુત્ર હોય તેઓ જ માત્ર નરકમાંથી બચી શકે.
- ૧૮૮ -