________________
દિવસ બધા જ સચેતન પદાર્થો અચેતન બની જશે અને બધા જ અચેતન પદાર્થો સચેતન બની જશે ?
ઈન્દ્રભૂતિ ગૌતમે તેને સમજાવ્યું કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય તે સમય સુધી જ માત્ર આ તફાવત ગણતરીમાં લેવાનો છે અને વ્રતોનું પણ ત્યાં સુધી જ પાલન કરવાનું છે. બધા જ સચેતન પદાર્થોનું અચેતન પદાર્થોમાં અને બધા જ અચેતન પદાર્થોનું સચેતન પદાર્થોમાં રૂપાંતર થવાની કોઈજ સંભવિતતા નથી.
વધુમાં ગૌતમે ઉદકને કહ્યું કે મિત્રતાની લાગણી હોવા છતાં જે કોઈ સંન્યાસીઓ અને બ્રાહ્મણોની નિંદા કરે છે અને દોષ કાઢે છે તેઓ તેમની પાસે જ્ઞાન અને સદ્વર્તન હોવા છતાં તેમના લક્ષ્યને પહોંચી શકવા માટે સમર્થ બનતા નથી. ઉદકને સંતોષ થયો અને તે જ્યારે જવા માંડ્યો, યોગ્ય રીતે તેમને પ્રણામ કર્યા સિવાય) ત્યારે ગૌતમ ઈન્દ્રભૂતિએ તેને કહ્યું કે જેણે પોતાને ધર્મની બાબતોમાં માર્ગદર્શન આપ્યું હોય તેવી વ્યક્તિને એક સારો અને સંસ્કારી માણસ ઈશ્વરની માફક માન આપે છે.
જ્યારે ઉદકે તેના અજ્ઞાનનો એકરાર કર્યો ક્યારે ઈન્દ્રભૂતિ તેને મહાવીર પાસે લઈ ગયો અને તેમની હાજરીમાં ઉદયે નિગ્રંથ સંપ્રદાયનો સ્વીકાર કર્યો અને તેણે પોતાની જાતને મહાવીરના સંપ્રદાયમાં પરિવર્તિત કરી.2 1 તેજો વેશ્યા 2 સૂત્રતાકી શ્રત ન્ય-2, નારીયાધ્યયન-7 22મી વર્ષાઋતુ : 35મું વર્ષ :
આ વર્ષે જાલિ, માયાલિ અને અન્ય યતિઓએ મૃત્યુપર્યન્ત ઉપવાસ કર્યા અને તેમના નશ્વર દેહોનો ત્યાગ કર્યો. મહાવીરે વર્ષાઋતુ નાલંદામાં વ્યતીત કરી. જેવી વર્ષાઋતુ પૂર્ણ થઈ કે તરત જ મહાવીર નાલંદામાંથી વિદાય થયા અને વિવિધ નગરોમાં અને જનપદોમાં પરિભ્રમણ કરતા કરતા મહાવીર વાણિજ્યગ્રામ આવ્યા.
ગંડકી નદીના કિનારે આવેલું તે વ્યાપારી કેન્દ્ર હોવાથી ત્યાં ઘણી શ્રીમંત વ્યક્તિઓ રહેતી હતી. તેઓ પૈકીનો એક સુદર્શન હતો.