________________
મહાવીર ત્યાં દુતિયપલાસા દેવાલયમાં રહેતા હતા. ત્યાં તેમનું ધાર્મિક પ્રવચન સાંભળવા માટે લોકો ટોળે મળ્યા. મહાવીરે તેમને પોતાના ધર્મના સિદ્ધાંતોનો ઉપદેશ કર્યો.
ધર્મ પ્રવચનને અંત સુદર્શને મહાવીરને સમયના માપન અંગેના કેટલાક પ્રશ્નો પૂછ્યા. મહાવીરે પાલ્યોપામા અને સાગારોપામા સુધીનાં સમયનાં બધાં જ માપ એક પછી એક ગણીને વર્ણવ્યાં.
ત્યાર પછી સુદર્શન પાલ્યોપમ સમયગાળો કેટલો લાંબો ચાલે છે તે જાણવા માટે આતુર બન્યો. શું આવો લાંબા સમય ગાળાનો અંત આવે છે? મહાવીરે તેની સમક્ષ પાલ્યોપામા સમયગાળાની લંબાઈ વર્ણવી. તેઓ બોલ્યા, “ધારોકે એક યોજન લાંબો, એક યોજન (ચાર માઈલ) પહોળો અને ત્રણ યોજન ઊંડો એક ખાડો છે. તે કાના સુધી વાલાગ્રાથી માથાના વાળથી છલોછલ ભરેલો છે, હવે દર સો વર્ષને અંતે તેમાંથી એક વાલાઝા બહાર કાઢી લેવામાં આવે અને એમ કરતાં કરતાં) આ મોટો ખાડો જેટલા સમયમાં ખાલી થાય તે સમયગાળાને એક પાલ્યોપામા કહેવામાં આવે છે.
આવાં કરોડો પાલ્યોપામાં વર્ષોને કરોડો વડે ગુણીને પછી તેને દસ ગણા કરવામાં આવે ત્યારે એક સાગારોપામાં થાય.
મહાવીરે પછી તેમને કહ્યું, “આવા અતિ દીર્ધ દેખાતા સમયગાળાનો પણ અંત આવે છે. હાલ તારો જ દાખલો લે. હસ્તિનાપુરમાં બાલા નામનો રાજા રહેતો હતો. તેની પત્નીનું નામ પ્રભાવતી હતું. યથાકાળે તેણીએ પુત્રને જન્મ આપ્યો. તેને મહાબાલ એવું નામ આપવામાં આવ્યું. યોગ્ય સમયે તે આઠ કન્યાઓને પરણ્યો અને સર્વ રીતે સુખમાં ડૂબી ગયો. રાજા અને રાણીને એ વાતની માનસિક પીડા હતી કે મહાબાલને કોઈ વસ્તુનો અભાવ ન નડે, કારણ કે આવો અભાવ તેને દુન્યવી સુખોનો ત્યાગ કરવા તરફ દોરી જશે.
એક વખત એણે ધર્મગોશાલા નામના એક સંન્યાસી પાસેથી ધાર્મિક પ્રવચન સાંભળ્યું અને તેનાં માતા-પિતાની સખત અનિચ્છા હોવા છતાં તેણે સંસાર ત્યાગ કર્યો. બાર વર્ષ સુધી તેણે યતિના વ્યવહારોનું પાલન કર્યું અને અંતમાં તેણે સાઠ જમણ સુધી મૃત્યુપર્યતના ઉપવાસ કર્યા. આ નાશવંત દેહનો ત્યાગ કર્યા પછી તેણે બ્રહ્મલોકમાં જન્મ લીધો ત્યાં તેણે